મુહૂર્ત ટ્રેડિંગમાં માર્કેટ એક કલાક માટે ખુલશે:સાંજે 6.15 વાગ્યાથી શરૂ થશે ટ્રેડિંગ, જાણો આ વખતે તમે કયા શેરોમાં રોકાણ કરી શકો છો?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળીને ધન, સમૃદ્ધિ અને સૌભાગ્યનો તહેવાર માનવામાં આવે છે. તે અંધકાર પર પ્રકાશની જીત, અજ્ઞાન પર જ્ઞાન અને ખરાબ પર સારાની જીતનું પ્રતીક છે. કોઈપણ ધાર્મિક તહેવારની જેમ દિવાળીમાં પણ ઘણી માન્યતાઓ, રિવાજો અને પરંપરાઓ હોય છે. આવી જ એક પરંપરા છે 'મુહુર્ત ટ્રેડિંગ'. આ કારણે શેરબજાર આજે સાંજે 6:15 થી વાગ્યા સુધી ખુલશે. એવામાં, અમે અહીં મુહૂર્ત ટ્રેડિંગ સાથે જોડાયેલી તમામ બાબતો વિશે જણાવી રહ્યા છીએ.

મુહૂર્ત ટ્રેડિંગનો અર્થ શું છે?
હિન્દુ રિવાજોમાં મુહૂર્ત એક એવો સમય છે જ્યારે ગ્રહોની ચાલને અનુકૂળ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે મુહૂર્તમાં કોઈપણ કાર્ય શરૂ કરવાથી તેના પોઝિટિવ રિઝલ્ટની ખાતરી મળે છે. તેથી જ દિવાળીના શુભ મુહૂર્તમાં જ્યારે શેરબજાર એક કલાક માટે ખુલે છે ત્યારે હિન્દુ ધર્મના ઘણા લોકો પોતાનું રોકાણ શરૂ કરી દે છે.

મોટાભાગના લોકો દેવી લક્ષ્મીના પ્રતીક તરીકે શેર ખરીદવાનું પસંદ કરે છે. માન્યતાઓ અનુસાર, આ એક કલાક દરમિયાન ટ્રેડિંગ કરનારા લોકોને આખા વર્ષ દરમિયાન પૈસા કમાવવા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની વધુ સારી તક હોય છે.

1957 માં પ્રથમ મુહૂર્ત ટ્રેડિંગ
​​​​​​​
મુહૂર્ત ટ્રેડિંગનો લગભગ છ દાયકાનો ઈતિહાસ છે. આ પરંપરા 1957માં બોમ્બે સ્ટોક એક્સચેન્જથી શરૂ થઈ હતી. ત્યારબાદ, 1992માં નેશનલ સ્ટોક એક્સચેન્જમાં પણ આ પરંપરા અપનાવવામાં આવી. તે સમયે કોઈ ઓનલાઈન ટ્રેડિંગ ન હતું. તેથી, મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન ટ્રેડર્સ BSE પર ટ્રેડ કરવા માટે એકઠા થતા હતા. જો કે હવે સમય બદલાયો છે, પરંતુ મુહૂર્ત ટ્રેડિંગનો ઉત્સાહ અકબંધ છે.

મુહૂર્ત ટ્રેડિંગમાં સામાન્ય રીતે ખરીદીના પક્ષમાં વલણ જોવા મળે છે. આ જ કારણ છે કે મોટાભાગના મુહૂર્ત ટ્રેડિંગ સેશન લીલા નિશાનમાં બંધ થયા છે. છેલ્લા 5 વર્ષ એટલે કે 2017 થી 2021ની વાત કરીએ તો શેરબજાર 5માંથી 4 વખત વધીને બંધ થયું છે. માત્ર 2017માં બજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. 2017માં સેન્સેક્સ 32,656.75 પર ખુલ્યો હતો પરંતુ 194.3 પોઈન્ટ ઘટીને 32,389.9 પર બંધ થયો હતો.

મુહૂર્ત ટ્રેડિંગમાં શું હોય છે
દિવાળી પર NSE અને BSE બંને મર્યાદિત સમયમાં માટે ટ્રેડિંગ માટે ખુલે છે. સામાન્ય રીતે સેશનને 5 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. બ્લોક ડીલ સેશન, પ્રી-ઓપન સેશન, નોર્મલ માર્કેટ સેશન, કોલ ઓક્શન સેશન અને ક્લોઝિંગ સેશન. બ્લોક ડીલ સેશનમાં બે પક્ષો એક નિશ્ચિત કિંમત પર શેર ખરીદે છે અને વેચે છે અને તેના વિશે સ્ટોક એક્સચેન્જને ઇન્ફોર્મ કરે છે. જ્યારે, કોલ ઓક્શન સેશનમાં ઇલિક્વિડ સિક્યોરિટીઝનો ટ્રેડ થાય છે.

આ વખતે મુહૂર્તના ટ્રેડિંગનો સમય શું છે?
હિન્દુ કેલેન્ડર વર્ષ મુજબ સંવત 2079 આજે મુહૂર્ત ટ્રેડિંગ સાથે શરૂ થશે.

  • બ્લોક ડીલ: સાંજે 5.45 થી 6 વાગ્યા સુધી
  • પ્રી-ઓપન સેશન: સાંજે 6:00 થી 6:08 વાગ્યા સુધી
  • નોર્મલ માર્કેટ: સાંજે 6.15 થી 7.15 વાગ્યા સુધી
  • કોલ ઓક્શન સેશન: સાંજે 6.20 થી 7.05 વાગ્યા સુધી
  • ક્લોઝિંગ સેશન: સાંજે 7.15 થી 7.25 સુધી

ગયા વર્ષે બજારમાં 300 પોઈન્ટનો વધારો થયો હતો
ગયા વર્ષે દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 307 પોઈન્ટના વધારા સાથે 60079ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી પણ 88 પોઈન્ટના ઉછાળા સાથે 17917ના સ્તરે બંધ રહ્યો હતો. બેન્ક, ઓટો, ફાઈનાન્સિયલ સર્વિસ, FMCG, IT અને રિયલ્ટી શેરોમાં સારી ખરીદારી જોવા મળી હતી. મુહુર્ત ટ્રેડિંગમાં M&M, ITC, બજાજ ઓટો, LT, કોટક બેન્ક ટોપ ગેઇનર્સ હતા.

અન્ય સમાચારો પણ છે...