તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • Trading Resumed At 3:45 A.m. After Technical Glitch At NSE, Trading Time Extended To 5 P.m.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજારમાં તેજી:વૈશ્વિક બજારોમાંથી મળેલા તેજીના સંકેત વચ્ચે શેરબજારે 1,030 પોઇન્ટના ઉછાળા સાથે ફરી 50 હજારની સપાટી હાંસલ કરી

મુંબઈ2 મહિનો પહેલા
 • દિવસ દરમિયાન NSEખાતે ટેકનિકલ ખામીને લીધે કામકાજ બંધ રહ્યું હતું, 3:45થી 5ઃ00 વાગ્યા સુધી કામકાજ જળવાયું
 • નિફ્ટી પણ 274.20 પોઇન્ટ અથવા 1.86 ટકાના ઉછાળા સાથે 14,982 પર બંધ રહી

બપોર બાદના સત્રમાં ફ્રન્ટલાઈન શેરોમાં વ્યાપક પ્રમાણમાં ખરીદી નિકળતા ભારતીય શેરબજારમાં 1,030 પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે. આ સાથે બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સે ફરી 50,000 સપાટી કુદાવી લીધી છે. બેન્ક,ફાયનાન્સ સહિતના સેક્ટરના શેરોમાં વ્યાપક પ્રમાણમાં ખરીદદારી નિકળી હતી. એફએન્ડઓ સેગમેન્ટ ડેરિવેટીવ્ઝ વલણનો અંતિમ દિવસ પૂર્વે રોકાણકારોએ પસંદગીના શેરોમાં નવેસરથી પોઝિશન ઉભી કરી હતી. સેન્સેક્સ પેકમાં સૌથી વધારે એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, ICICI બેંક, બજાજ ફાયનાન્સ, HDFC, L&T, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં વ્યાપક પ્રમાણમાં ખરીદી જોવા મળતી હતી. જ્યારે ડો.રેડ્ડીઝ લેબ, TCS, સનફાર્મા, એશિયન પેઇન્ટ, મારુતિના શેરોમાં મંદીમય માહોલ જોવા મળતો હતો. સેન્સેક્સ પેકમાં 30 પૈકી 25 શેરમાં તેજી જ્યારે 5 કંપનીના શેરમાં મંદીમય માહોલ જોવા મળ્યો હતો.

બીએસઈ સેન્સેક્સ 1,030.28 પોઇન્ટ એટલે કે 1.86 ટકા ઉછળી 50,781.69 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 274.20 પોઇન્ટ એટલે કે 1.86 ટકાના ઉછાળા સાથે 14,982 રહી હતી. આ સાથે સેન્સેક્સે ફરી વખત 50,000 સપાટી કુદાવી દીધી છે જ્યારે નિફ્ટી 15,000 સપાટી નજીક પહોંચી ગઈ છે. વૈશ્વિક બજારો તરફથી મળેલા તેજીના સંકેતોની પણ ભારતીય શેરબજાર પર સારી અસર જોવા મળી હતી.

માર્કેટ બ્રેડ્થ તેજીમય
બીએસઈ ખાતે કુલ 3,099 સ્ક્રીપમાં કામકાજ થયું હતું, જે પૈકી 1,854 સ્ક્રીપમાં તેજી જ્યારે 1,081 સ્ક્રીપમાં મંદીમય માહોલ જોવા મળ્યો હતો. જોકે 164 સ્ક્રીપના ભાવ સ્થિર રહ્યા હતા.

NSE પર ટેકનિકલ ખામી સર્જાઈ હતી
આ અગાઉ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ઈક્વિટી અને ઈક્વિટી ફિચર્સ એન્ડ ઓપ્શન્સ સેગમેન્ટમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ ફરી કામકાજ શરૂ થઈ ગયું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે આજે પાંચ વાગ્યા સુધી કામકાજ જારી રહેશે. આ અગાઉ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ની સિસ્ટમમાં આજે સવારે 11:40 વાગે ટેકનિકલ ખામી સર્જાઈ હતી. રોકાણકારોએ જે કિંમત પર શેર ખરીદ્યા હતા તે કિંમત એક્સચેન્જ પર દેખાવાના બંધ થઈ ગયા હતા. તેને લીધે એક્સચેન્જ ખાતે કામકાજને અટકાવવાની ફરજ પડી હતી. નિફ્ટી-50નું કામકાજ અટકાવવામાં આવ્યું ત્યારે ઈન્ડેક્સ 112.65 પોઇન્ટ અથવા 0.77 ટકા સુધરી 14,820.45 પર હતો. આ સંજોગોમાં એક્સચેન્જનું કામકાજ 3.45 વાગ્યાથી ફરી શરૂ થયું છે અને બજાર કામકાજ પૂર્ણ થવાનો સમય પણ લંબાવીને 5 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.

NSE બપોરે 1 વાગે કામકાજ શરૂ થવાની માહિતી ફેલાઈ હતી
દરમિયાન એવા સમાચાર આવ્યા હતા કે NSE પર 1 વાગે પ્રીમાર્કેટ શરૂ થશે અને 1.15 વાગે સામાન્ય કામકાજ શરૂ થશે. હકીકતમાં પ્રીમાર્કેટ કારોબાર દરરોજ સવારે 9 વાગે થાય છે અને 9.15 વાગ્યાથી માર્કેટ શરૂ થઈ જાય છે. જ્યારે આ સમાચાર આવ્યા તો NSEએ સ્પષ્ટ કરી હતી કે આવું કંઈ જ નથી. એક બ્રોકરેજ હાઉસે જણાવ્યું કે આજે કામકાજ થવું મુશ્કેલ છે. જોકે, BSE ખાતે કેશ સેગમેન્ટ ચાલુ છે, માટે ટ્રેડર અથવા રોકાણકાર ત્યાં કામકાજ કરતા રહ્યા.

NSEના લાઈવ ડેટાના અપડેટમાં આજે સવારથી જ મુશ્કેલી આવી રહી હતી. સોશિયલ મીડિયા પર રિટેલ ટ્રેડર અને બ્રોકરેજ હાઉસ સતત તેની ફરિયાદ કરતા રહ્યા હતા. એક્સચેન્જ પર આ પ્રકારની સમસ્યા જુલાઈ,2017માં પણ જોવા મળી હતી, ત્યારે કેશ અને વાયદા સેગમેન્ટમાં ટેકનિકલ મુશ્કેલીને પગલે એક્સચેન્જને બંધ કરવું પડ્યું હતું.

NSEએ કેશ અને વાયદા સેગમેન્ટ બંધ કર્યાં હતા
NSEએ આ અંગે કહ્યું કે ટેલિકોમ સેવા આપનારી બે કંપનીઓ સાથે NSE ઘણાબધા લિંક છે. અમે બન્ને કંપની સાથે વાતચીત કરી હતી. આ સંજોગોમાં NSEએ 11.40 વાગ્યાથી તમામ સેગમેન્ટ બંધ કર્યાં હતા. બીજી બાજુ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)એ કહ્યું કે તેના પ્લેટફોર્મ પર તમામ સેગમેન્ટ સામાન્ય સ્થિતિમાં કામકાજ ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો