વાતચીતનો પ્રારંભ:ઇસીટીએથી ઓસ્ટ્રેલિયા સાથેનો વેપાર $55 અબજે પહોંચશે

નવી દિલ્હી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • ઇકોનોમીક કોઓપરેશન એન્ડ ટ્રેડ ગેરેન્ટીનું અમલીકરણ ઝડપી બનશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઇકોનોમીક કોઓપરેશન એન્ડ ટ્રેડ ગેરેન્ટી (ઇસીટીએ) અંગે બીજા તબક્કાની વાતચીતનો પ્રારંભ થયો છે અને તેને માર્ચ 2023 સુધીમાં આખરી સ્વરૂપ આપવામાં આવી શકે છે એમ ઇન્વેસ્ટમેન્ટ એનએસડબલ્યુના સિનિયર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કમિશનર વિશ પદ્માનાભને જણાવ્યું હતું.

તેઓએ કહ્યું હતું કે, ઇસીટીએના અમલીકરણ પછી સાત-આઠ વર્ષમાં જ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો ટ્રેડ વર્તમાન 24-25 અબજ ડોલરથી વધીને 55-60 અબજ ડોલરની સપાટીએ પહોંચશે. ભારતમાંથી ઓસ્ટ્રેલિયામાં થનારી 96.4 ટકા નિકાસ પર આને કારણે ઝીરો ડ્યૂટી લાગશે, જેમાં ટેક્સટાઇલ એન્ડ એપરલ્સ, લેધર એન્ડ ફુટવેર, ફર્નિચર, જેમ્સ એન્ડ જ્વેલરી, મશિનરી જેવી પ્રોડક્ટનો સમાવેશ થશે. બીજી બાજુ ભારતના આયાતકારો માટે પણ કેટલીક મિનરલ પ્રોડ્કટ જેવી કે કોલ, એલ્યુમિના, મેટાલિક્સ ઓર જેમાં નિકલનો સમાવેશ થાય છે તે સસ્તી થશે. ભારત ઓસ્ટ્રેલિયાનું સાતમું મોટું ટ્રેડ પાર્ટનર રહ્યું છે.

યુઓડબલ્યુ ગિફ્ટ સિટીમાં કામગીરી શરૂ કરશે ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ વોલોનગોંગે ગિફ્ટ સિટીમાં તેની ઉપસ્થિતિ સ્થાપવા માટે આજે ગિફ્ટ સિટી સાથે લેટર ઓફ ઇન્ટેન્ટ ઉપર હસ્તાક્ષર કર્યાં હતાં. એક વર્ષમાં ભારતીય શૈક્ષણિક વર્ષ મૂજબ ગિફ્ટ સિટીમાં તેની કામગીરી શરૂ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે, યુઓડબલ્યુના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર અને પૂર્વ ક્રિકેટર એડમ ગિલક્રિસ્ટ તથા ગિફ્ટ સિટીના એમડી અને સીઇઓ તપન રે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ઓસ્ટ્રે.ની કુલ GDPમાં NSWનો હિસ્સો 32%
નવા ઇસીટીએ પછી આપસી વેપારમાં મોટો વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં લઇને ન્યૂ સાઉથ વેલ્શ (એનએસડબલ્યુ) પ્રાંત દ્વારા મુંબઇમાં નવી ઓફિસ ખોલવામાં આવી છે જે ભારતના વિવિધ રાજ્યો સાથે વેપાર અંગેની તકોનો અભ્યાસ કરશે. ઓસ્ટ્રેલિયાની કુલ જીડીપીમાં એનએસડલ્યુનો હિસ્સો 32 ટકાનો રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...