તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નાણા મંત્રી નિર્મલા સિતારમણે કોવિડ-19 લોકડાઉનમાં થંભી ગયેલી ઈકોનોમી અને ઈન્ડસ્ટ્રીઝને પુનઃસ્થાપિત કરવા 20 લાખ કરોડના રાહત પેકેજ તબક્કાવાર જારી કરી રહ્યા છે. જેને ભારતીય ઉદ્યોગ સંગઠનો ફિક્કી અને સીઆઈઆઈ દ્વારા આવકારવામાં આવ્યા છે.
નવા ઈનોવેશન, નવી ટેક્નોલોજી સાથે એમએસએમઈ માર્કેટમાં વર્ચસ્વ સ્થાપી શકશે
સીસીઆઈ ગુજરાતના ચેરમેનના જણાવ્યા અનુસાર, રાહતપેકેજ પાર્ટ-1માં એમએસએમઈમાં ડાયરેક્ટ-ઈનડાયરેક્ટ લિક્વિડિટી ઠાલવવાની યોજના છે. 200 કરોડ સુધીના જાહેર ખરીદીના ટેન્ડર્સમાં વિદેશી કંપનીઓ ભાગ લેવા ઈનકારનો નિર્ણય આવકાર્ય છે. જે એમએસએમઈ માટે બિઝનેસ તકો વધારશે. નવા ઈનોવેશન, નવી ટેક્નોલોજી સાથે એમએસએમઈ માર્કેટમાં વર્ચસ્વ સ્થાપી શકશે. એમએસએમઈ માટે ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સ અને પ્રોક્યુરમેન્ટ ક્ષેત્રે વિશાળ તકો ઉભી થઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી રાહત પેકેજમાં પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક એન્ટરપ્રાઈઝ સહિત સમાજના તમામ વર્ગને સમાવિષ્ટ કરવામાં આવ્યો છે.
રાહત પેકેજ ઈન્ડસ્ટ્રી -ઈકોનોમીને પુનઃસ્થાપિત કરશે
ફિક્કી ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન દિપક મહેતાના જણાવ્યા અનુસાર નાણા મંત્રી દ્વારા જારી ઈકોનોમિક સુધારાઓ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી અને ઈકોનોમીને પુનઃસ્થાપિત કરશે. રાહત પેકેજમાં મુખ્યત્વે સિસ્ટમમાં લિક્વિડિટી ઠાલવવામાં આવી છે. આ સાથે સરકારે માગ અને રોકાણોમાં વૃદ્ધિ કરવા પર ફોકસ આપવાની જરૂર છે. 3 લાખ કરોડનુ પેકેજ એમએસએમઈના ગ્રોથ વધુ મજબૂતાઈ સાથે વેગવાન બનાવશે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.