તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મોનસૂન ઈફેક્ટ:કોરોના હોવા છતાં સારા ચોમાસાના પગલે ગુજરાતમાં આ વર્ષે જુલાઈમાં ટ્રેક્ટરનું વેચાણ ગત વર્ષ કરતાં પણ વધુ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુલાઈ 2019ની સરખામણીએ આ વર્ષે નોંધણીમાં 31.37%નો વધારો
  • જોકે ગુજરાતમાં ઓવરઓલ વાહનોની નોંધણી 47.32% ઓછી છે

કોરોના મહામારીના પગલે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી ખરાબ તબક્કામાં પસાર થઇ રહી છે. આમ છતાં આ વર્ષે ચોમાસાની સમયસર શરૂઆત અને સારો વરસાદ થવાના કારણે ગુજરાતમાં ટ્રેકટરનું વેચાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના તાજેતરના આંકડા મુજબ ગુજરાતમાં જુલાઈ 2020માં 11,704 ટ્રેક્ટરનું રજીસ્ટ્રેશન થયું હતું. જુલાઈ 2019માં નોંધાયેલા 8,909 ટ્રેક્ટરની સરખામણીએ આ 31.37% વધુ છે. જોકે, ફાડાના ડેટા મુજબ અન્ય સેગમેન્ટમાં નબળું પ્રદર્શન ચાલુ રહ્યું છે અને ઓવરઓલ વાહનોની નોંધણી 47.32% ઓછી છે.

રૂરલ ઇકોનોમીમાં ઝડપી સુધારો છે
ફાડાના પ્રેસિડેન્ટ આશિષ કાલેએ જણાવ્યું કે, લોકડાઉન ખુલ્યા બાદ રૂરલ ઈકોનોમીમાં સુધારો સારો છે. નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી વાહનોની ખરીદી વધી છે. બીજી તરફ સતત બીજા વર્ષે ચોમાસું સારું જઈ રહ્યું છે અને વાવેતર પણ વધુ છે તેથી ટ્રેક્ટર જેવા કૃષિમાં વાપરતા વાહનની માગ રહે છે.

મેની સરખામણીએ ટ્રેક્ટરની નોંધણી 53,100% વધી
ફાડાના આંકડા મુજબ મે મહિનામાં ગુજરાતમાં માત્ર 22 ટ્રેક્ટરની નોંધણી થઇ હતી તેની સામે જૂનમાં 1,030 અને જુલાઈમાં 11,704 ટ્રેક્ટરનું રજીસ્ટ્રેશન થયું હતું. ફાડાના જણાવ્યા પ્રમાણે જૂનથી અનલોક શરુ થયું છે અને ધીમે ધીમે ડીલરો સક્રિય થયા હતા. આ ઉપરાંત જૂન-જુલાઈએ ચોમાસાના મહત્વપૂર્ણ મહિનાઓ છે એટલે તે સમયમાં ટ્રેક્ટર માટે ખરીદીને સારો રિસ્પોન્સ મળ્યો છે.

અન્ય વહોનોની નોંધણીમાં ઘટાડો યથાવત્
ગુજરાતમાં વાર્ષિક ધોરણે ટ્રેક્ટર સિવાયના અન્ય વાહનોની નોંધણી હજુ પણ નેગેટીવ જ રહી છે. જુલાઈમાં ટુ-વ્હીલરની નોંધણી 53.57% ઓછી થઇ છે. તેવી જ રીતે પેસેન્જર વ્હીકલનું રજીસ્ટ્રેશન 28.28% નીચું છે જયારે કોમર્શિયલ વાહનોની નોંધણી 72% ઓછી છે.

કેટેગરીજુલાઈ 2020જુલાઈ 2019તફાવત
2 વ્હીલર45,73198,496-53.57%
3 વ્હીલર4197,145-94.14%
કોમર્શિયલ વ્હીકલ1,4845,301-72.01%
પેસેન્જર વ્હીકલ14,33119,983-28.28%
ટ્રેક્ટર11,7048,90931.37%
કુલ73,6691,39,834-47.32%

સોર્સ: ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો