ઓટો ટ્રેન્ડ:વર્ષ 2022માં વાહનોનું કુલ રિટેલ વેચાણ 15%ની વૃદ્ધિ સાથે 2.11 કરોડ યુનિટ્સ નોંધાયું: FADA

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દ્વિચક્રી વાહનોનું વેચાણ 13.37% , પીવીમાં 34.31 લાખનું સર્વોચ્ચ વેચાણ

વર્ષ 2022માં પેસેન્જર વાહનો અને ટ્રેક્ટર્સના રેકોર્ડ વેચાણને પગલે ભારતમાં વાહનોનું રિટેલ વેચાણ 15.28 ટકાની વૃદ્ધિ સાથે 2,11,20,441 યુનિટ્સ નોંધાયું છે. વર્ષ 2021 દરમિયાન વાહનોનું કુલ રિટેલ વેચાણ 1,83,21,760 યુનિટ્સ રહ્યું હતું તેવું ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન (FADA)એ જણાવ્યું હતું. ગત વર્ષે દ્વિચક્રી વાહનોનું વેચાણ વર્ષ 2021ના 1,35,73,682 યુનિટ્સથી 13.37 ટકા વધીને 1,53,88,062 યુનિટ્સ રહ્યું છે. જ્યારે પેસેન્જર વાહનોનું વેચાણ પણ 2021ના 29,49,182થી 16.35% વધીને 34,31,497 યુનિટ્સ રહ્યું છે.

ફાડાના અધ્યક્ષ મનિષ રાજ સિંઘાનીયાએ જણાવ્યું હતું કે “કેલેન્ડર વર્ષ 2022 દરમિયાન એક તરફ કુલ વાહનોનું રિટેલ વેચાણ વાર્ષિક સ્તરે 15 ટકા અને 17 ટકા વધ્યું છે પરંતુ તે કોવિડ પૂર્વેના સ્તરને ક્રોસ કરવામાં નિષ્ફળ રહ્યું છે. જે દૃષ્ટિએ તેમાં 10%નો ઘટાડો થયો છે.

વર્ષ 2022 દરમિયાન પીવી કેટેગરીમાં 34.31 લાખનું રિટેલ વેચાણ નોંધાયું હતું. જે પેસેન્જર વ્હીકલ કેટેગરીમાં અત્યાર સુધીનું સર્વોચ્ચ વેચાણ છે. જો કે ડિસેમ્બર 2022 દરમિયાન ફરીથી રિટેલ વેચાણમાં ઘટાડો થવાને કારણે ટુ-વ્હીકલ સેગમેન્ટનું પરફોર્મન્સ નબળુ રહ્યું હતું. ફુગાવો, ઓનરશિપ કોસ્ટમાં વધારો, ગ્રામ્ય વિસ્તારમાં મંદ માંગ અને EVના વેચાણમાં વધારાને કારણે હજુ પણ ટુ-વ્હીલર સેગમેન્ટમાં પોઝિટિવ મોમેન્ટમ આવતા વધુ સમય લાગશે. વર્ષ 2022માં કોમર્શિયલ વાહનોનું વેચાણ પણ વર્ષ 2021ના 6,55,696થી 31.97 ટકા વધીને 8,65,344 યુનિટ્સ નોંધાયું છે.

વર્ષ 2022 દરમિયાન સીવી સેગમેન્ટમાં સતત ગ્રોથ જળવાયેલો રહ્યો હતો અને હવે તેનું વેચાણ પણ કોવિડ પૂર્વેના સ્તરે પહોંચ્યું છે. LCV, HCV, બસ તેમજ કન્સટ્રક્શન ઇક્વિપમેન્ટની વધતી માંગની સાથે સાથે સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે લેવાતા પ્રોત્સાહક પગલાંને કારણે પણ CV સેગમેન્ટમાં તેજી જોવા મળી હતી. કોવિડ દરમિયાન થ્રી-વ્હીલર સેગમેન્ટમાં મંદી જોવા મળી હતી તેમાં હવે રિકવરીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને CY2019ના આંકડાઓ કરતાં તેમાં સુધારો થયો છે.

ફુગાવો, ઓનરશિપ કોસ્ટમાં વધારો, ગ્રામ્ય વિસ્તારમાં મંદ માંગ અને EVના વેચાણમાં વધારાને કારણે હજુ પણ ટુ-વ્હીલર સેગમેન્ટમાં પોઝિટિવ મોમેન્ટમ આવતા વધુ સમય લાગશે. આગામી સમયમાં પણ વેચાણ પોઝિટીવ રહે તેવો આશાવાદ ઇન્ડસ્ટ્રીઝને છે.

થ્રી-વ્હિલરનું રિટેલ વેચાણ 71.47 ટકા સુધી વધ્યું
વર્ષ 2022 દરમિયાન થ્રી-વ્હિલર વાહનોનું રિટેલ વેચાણ પણ વર્ષ 2021ના 3,73,562 યુનિટ્સથી 71.47 ટકા વધીને 6,40,559 યુનિટ્સ નોંધાયું છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક રિક્ષાના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી હતી. જે સાથે જ EV માર્કેટમાં તેનો હિસ્સો 50%ને પાર થઇ ચૂક્યો છે. ટ્રેકટર્સનું વેચાણ 7.94 લાખ યુનિટ્સ (7,69,638) સાથે અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...