તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Torrent Group Will Set Up Oxygen Plants In 50 Government Hospitals In 7 States, Including Gujarat

સહાય:ટોરેન્ટ ગ્રુપ ગુજરાત સહિત 7 રાજ્યોની 50 સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવશે

અમદાવાદ2 મહિનો પહેલા
ટોરેન્ટ ગ્રુપે ઓક્સિજનના પરિવહન માટે શરૂ કરેલી ક્રાયોજેનિક ટેન્ક
  • ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન પંજાબ તમિલનાડુ અને તેલંગાણામાં પણ પ્લાન્ટ બનાવશે
  • કંપનીએ કોવિડમાં સહાય થવા 1000 ઓક્સિજન સિલિન્ડર અને 200 કોન્સનટ્રેટર ડોનેટ કર્યા

કોરોનાની મહામારીમાં કોર્પોરેટ્સ પણ પોતાની રીતે સહાય કરી રહ્યા છે. ગુજરાતના અગ્રણી ટોરેન્ટ ગ્રુપે ગુજરાત સહિત ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન પંજાબ તમિલનાડુ અને તેલંગાણાની 50 સરકારી હોસ્પિટલ્સમાં પ્રોસેસ સ્વિંગ એડસોરપ્શન (PSA) મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ્સ ડોનેટ કર્યા છે. આ પ્લાન્ટ્સ મેના અંત સુધીમાં કાર્યરત થઈ જશે.

ભવિષ્યની હેલ્થકેર સમસ્યા સામે તૈયાર રહેવામાં મદદ થશે
ટોરેન્ટ ગ્રૂપના ચેરમેન સમીર મહેતાએ કહ્યું કે, કોરોના મહામારીએ નાગરિકો માટે મુશ્કેલી સર્જી છે અને સાથે સાથે દેશની હેલ્થકેર સિસ્ટમ પર પણ ભારે દબાણ ઊભું કર્યું છે. આ મુશ્કેલી સામે લડવા અમે અનેક પહેલ હાથ ધરી છે જે તત્કાળ આવશ્યક એવી સહાયતા અને સરકારી હોસ્પિટલોમાં જરૂરી એવા લાંબા ગાળાના ઇન્ફ્રાસ્ટ્રકચર વચ્ચે સંતુલન સાધવા સાથે માત્ર વર્તમાન સ્થિતિમાં જ સહાયતા નહીં આપે પરંતુ ભવિષ્યની હેલ્થકેર સમસ્યા સામે તૈયાર રહેવાના સરકારના પ્રયત્નોમાં પણ મદદરૂપ સાબિત થશે.

ટોરેન્ટે કરેલી અન્ય સહાય

  • ઓક્સિજનના પરિવહન માટે 18 ટનના બે ક્રાયોજેનિક ટેન્કર શરૂ કર્યા
  • 1000 ઓક્સિજન સિલિન્ડરનું ડોનેશન
  • 200 ઓક્સિજન કોન્સનટ્રેટરનું ડોનેટ
  • અમદાવાદમાં ઓક્સિજન પ્લાન્ટ અને ફિલિંગ સેન્ટર બનાવ્યું

ટોરેન્ટની સહાયથી 10000 દર્દીઓને ઓક્સિજન મળશે
કંપનીના જણાવ્યા પ્રમાણે ગ્રુપ દ્વારા કરવામાં આવેલી સહાયથી અંદાજે દૈનિક 10,000 દર્દીઓની ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરી શકાશે. આ ઉપરાંત ગ્રુપ જે વિસ્તારોમાં સક્રિય છે ત્યાં ઓક્સિજન સપ્લાયની સાથે હાઇફ્લો થેરાપી યુનિટ્સ, વેન્ટિલેટર્સ, એન્ટિજન કીટ, મેડિસિન કીટ અને રાશન કીટનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...