તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Torrent Gas Started 21 CNG Stations Built During The Lockdown In Five States, Including Gujarat

શરૂઆત:ટોરેન્ટ ગેસે ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં લોકડાઉન દરમિયાન બનાવેલા 21 CNG સ્ટેશન શરુ કર્યા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વિડીયો કોન્ફરન્સ દ્વારા શરૂઆત કરાવી
  • જુન 2021 સુધીમાં 200 સ્ટેશન શરુ કરવાનો કંપનીનો ટાર્ગેટ છે

ટોરેન્ટ ગ્રુપની સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન (CGD)નું કામ કરતી ટોરેન્ટ ગેસ લિમિટેડે શનિવારે ગુજરાત સહીત પાંચ રાજ્યોમાં પોતાના 21 કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) વેચાણ સ્ટેશન શરુ કર્યા હતા. પેટ્રોલિયમ, કુદરતી ગેસ અને સ્ટીલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વિડીયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં કંપનીના આ સ્ટેશન્સને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. કંપનીએ 10 ઉત્તર પ્રદેશ, 4 પંજાબમાં, 3 ગુજરાતમાં, 3 તેલંગાણા અને 1 સ્ટેશન રાજસ્થાનમાં શરુ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં જુનાગઢ જીલ્લામાં વડાલ, મેંદરડા અને માળીયાહાટીનામાં CNG સ્ટેશન શરુ કરાયા છે. લોકડાઉન દરમિયાન દેશની  અલગ કંપનીઓએ 56 સ્ટેશન બનાવ્યા છે જેમાંથી ટોરેન્ટ ગેસ દ્વારા 21 સ્ટેશન શરુ કરાયા છે.

એક વર્ષમાં 200 CNG સ્ટેશન સ્થાપવાનું લક્ષ્યાંક

ટોરેન્ટ ગેસના ડિરેક્ટર જિનલ મહેતાએ જણાવ્યું હતું કે,આ 21 CNG સ્ટેશનો સહિત ટૂંકા ગાળામાં અમે કુલ 58 CNG સ્ટેશન સ્થાપ્યા છે. ટોરેન્ટ ગેસ તેના તમામ કાર્યરત ક્ષેત્રોમાં ઉદ્યોગો અને નિવાસસ્થાનો માટે PNG અને વાહનો માટે CNG બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ટોરેન્ટ ગેસ જૂન 2021 સુધીમાં તેના અધિકૃત વિસ્તારોમાં કુલ 200 CNG સ્ટેશન સ્થાપવાનું લક્ષ્યાંક રાખે છે.

ઇંધણો મોબાઇલ ડિલિવરી સિસ્ટમથી ગ્રાહકોના ઘરે પહોચાડશે: ધર્મેન્દ્ર પ્રધાન
ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, કોરોના રોગચાળા વચ્ચે આ CNG ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા CGD કંપનીઓની ઉર્જા અને ઉત્સાહ પ્રશંસાજનક છે. ભવિષ્યમાં, CNG સહિતના તમામ ઇંધણો મોબાઇલ ડિલિવરી સિસ્ટમ દ્વારા ગ્રાહકોના ઘરે પૂરા પાડવામાં આવશે. આજે દેશના 72% વસ્તી અને ભૌગોલિક ક્ષેત્રનો 52% વિસ્તાર સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક દ્વારા આવરી લેવામાં આવ્યો છે.

ટોરેન્ટ પાસે દેશના 7 રાજ્યોમાં ગેસ વિતરણ કરવાનું લાઈસન્સ
ટોરેન્ટ ગેસ પાસે સાત રાજ્યો ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, તામિલનાડુ અને તેલંગાણા તેમજ કેન્દ્ર શાસિત પોંડીચેરીમાં આવેલા 32 જિલ્લાના ઉદ્યોગો અને ઘરો માટે પાઈપ્ડ નેચરલ ગેસ અને વાહનો માટે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) વેચવાનું સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનનું લાઇસન્સ છે.

અન્ય સમાચારો પણ છે...