તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટોરેન્ટ ગેસે તેની સંપૂર્ણ સબસીડરી મારફતે સાવરિયા ગેસને ટેકઓવર કરવા માટે તેના પ્રમોટરો સાથે શેર પરચેઝ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યાં છે. આ કંપનીને પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ તરફથી મથુરા અને આસપાસના જ્યોગ્રાફિકલ એરિયામાં CNG અને PNG ડિસ્ટ્રીબ્યુશનના અધિકાર મળે છે. આમ આ એક્વિઝિશન સાથે હવે મથુરા અને આસપાસમાં ટોરેન્ટ ગેસ CNG અને PNGનું વિતરણ કરશે.
નેટવર્ક વિસ્તારવા માટે 8 હજાર કરોડનું રોકાણ કરશે
આ સાથે ટોરેન્ટ ગેસને દેશના સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ 33 જિલ્લામાં 17 જ્યોગ્રાફિકલ એરિયામાં CNG અને PNG વિતરણના અધિકાર મળ્યાં છે. ટોરેન્ટ ગેસ આગામી પાંચ વર્ષમાં તેનું નેટવર્ક વિસ્તારવા માટે 8 હજાર કરોડનું રોકાણ કરશે. આ પૈકી 1500 કરોડ રૂપિયાનું રોકાણ તે કરી ચુકી છે. ટોરેન્ટ ગેસના ડિરેક્ટર જિનલ મહેતાએ શેર પરચેઝ એગ્રીમેન્ટ કરવાના પ્રસંગે કહ્યું હતું કે સાંવરિયા ગેસને હસ્તગત કરવાની જાહેરાત કરતા અમે આનંદ વ્યક્ત કરીએ છીએ. આ સાથે 33 જિલ્લામાં અમારી કામગીરીનો વ્યાપ પહોંચશે.
સાંવરિયા ગેસ ટોરેન્ટનું ચોથુ એક્વિઝિશન
તેમણે વધુમાં કહ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન ક્ષેત્રે સાંવરિયા ગેસ અમારુ ચોથુ એક્વિઝિશન છે. દેશનું અર્થતંત્ર ગેસ આધારિત બનાવવાના વડાપ્રધાનના વિઝનને સાકાર કરવાની દિશામાં આ એક્વિઝિશન અમારુ કમિટમેન્ટ દર્શાવે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, મથુરા ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ છે. જ્યાં CNG અને PNG સેગમેન્ટ માટે વૃદ્ધિની નોંધપાત્ર તક છે. ત્યાં હાલનું જે ઈન્ફાસ્ટ્રક્ચર છે જેનો વ્યાપ વધારીને અમે ઘર ઘર સુધી અને નાના ઉદ્યોગો અને ઈન્ડસ્ટ્રીને CNG અને PNG પુરાં પાડીશું.
અમારો નિર્ણય વિચારપૂર્વકનો હતો
સાંવરિયા ગેસના ડાયરેક્ટર એચ.પી.સિહે જણાવ્યું હતું કે, સાંવરિયામાં અમારો હિસ્સો ટોરેન્ટને વેચવાનો નિર્ણય અત્યંત સતર્ક અને વિચારપૂર્વકનો હતો. ટોરેન્ટ ગેસ ભરપૂર મૂલ્ય લાવે છે અને અમે માનીએ છીએ કે મથુરા શહેર અને તેના રહેવાસીઓને પ્રોજેક્ટની અમલબજાવણીમાં અને તેની ગ્રાહકલક્ષીતામાં ટોરેન્ટ ગેસના અનુભવ અને નિપુણતાનો ભરપુર લાભ મળશે. ટોરેન્ટને અમે 10 વધુ વર્ષ પૂર્વે લીધેલા કામો આગળ લઈ જવામાં ખૂબ સફળતા મળે એવી અમારી શુભેચ્છાઓ છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.