મ્યુચ્યુઅલ ફંડ્સ પર ભરોસો યથાવત્:જૂનમાં સર્વોચ્ચ 5.55 કરોડ SIP ખાતાં, 276 કરોડનું રેકોર્ડ રોકાણ

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉતાર-ચઢાવ છતાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણમાં વધારો

ભારતીય શેરબજારોમાં વિદેશી રોકાણકારોની સતત વેચવાલી, વૈશ્વિક બજારોમાં કડાકો, રૂપિયામાં નબળાઈ, મોંઘવારીમાં વધારો છતાં રિટેલ રોકાણકારોનો મ્યુચ્યુઅલ ફંડ્સ પર ભરોસો યથાવત્ છે. ગત જૂનમાં એસઆઈપી ખાતાંની સંખ્યા 5.55 કરોડના ઓલટાઈમ હાઈ પર પહોંચી ગઈ. આટલું જ નહીં એસઆઈપીના માધ્યમથી આવનારું રોકાણ પણ 12,276 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે.

એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ(એમ્ફી) દ્વારા શુક્રવારે જારી ડેટા અનુસાર ગત જૂન મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમોમાં સતત 16મા મહિને નેટ ઈન્વેસ્ટમેન્ટ જોવા મળ્યું. મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રી એસેટ અન્ડર મેનેજમેન્ટ(એયુએમ) 35.64 લાખ કરોડ રૂપિયાના ઓલટાઈમ હાઈ સ્તરે પહોંચી ગયું. આ વાર્ષિક આધારે 6 ટકાનો વધારો છે. મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોની સંખ્યામાં વાર્ષિક આધારે 31 ટકાનો વધારો થયો. તે 30 જૂન 2021ના 10.25 કરોડની તુલનાએ વધીને 13.46 કરોડ થઈ ગયા. એસઆઈપી ખાતાની સંખ્યા 5.55 કરોડના ઓલટાઈમ હાઈ પર પહોંચી ગઈ.

નાના રોકાણકારો માટે SIP પહેલી પસંદ રહી છે
નાના રોકાણકારોની એસઆઈપીના માધ્યમથી બચતની પસંદગી કાયમ છે. દેશમાં બચતના ફાઈનાન્શિલાઈઝેશનનો મેગા ટ્રેન્ડ પણ યથાવત્ છે. તમામ રિટેલ ઈક્વિટી સ્કીમ, ઈન્ડેક્સ, ઈટીએફ અને એફઓએફમાં જૂનમાં સકારાત્મક રોકાણ જોવા મળ્યું છે. શેરબજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે આ લોન્ગ ટર્મ ગ્રોથ પ્રત્યે રિટેલ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોના ભરોસાને દર્શાવે છે. > એન.એસ.વેંકટેશ, સીઈઓ, એમ્ફી

અન્ય સમાચારો પણ છે...