• Home
  • Business
  • Today's announcement of the finance minister benefits not only the administrative level but the industry also expects a big relief package.

નાણામંત્રીની આજની જાહેરાતથી માત્ર એડમિનિસ્ટ્રેટીવ લેવલે જ ફાયદો પણ ઉદ્યોગોને મોટા રાહત પેકેજની અપેક્ષા

Today's announcement of the finance minister benefits not only the administrative level but the industry also expects a big relief package.
X
Today's announcement of the finance minister benefits not only the administrative level but the industry also expects a big relief package.

  • ઉદ્યોગ જગતના મતે સમય મર્યાદા લંબાવાથી વહીવટી કામકાજોનું ભારણ ઘટશે
  • પ્રધાનમંત્રી સાથેની વિડીયો કોન્ફરન્સમાં સોમવારે રાહત પેકેજની માગ દોહરાવી હતી

દિવ્ય ભાસ્કર

Mar 24, 2020, 07:44 PM IST

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે ઇન્કમટેક્સ, અને ગૂડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (GST)ના ફાઈલિંગ મર્યાદા વધારવા સહીત TDS પરના વ્યાજમાં ઘટાડાની જાહેરાત કરી હતી. જોકે, ગુજરાત અને દેશના વિવિધ ઉદ્યોગ જગતના લોકો મને છે કે આનાથી ભારતીય ઉદ્યોગોને કોઈ લાંબો ફાયદો થશે નહિ, આનાથી માત્ર એડમિનિસ્ટ્રેટીવ લેવલે થોડી રાહત થશે. સોમવારે દેશના વિવિધ ઉદ્યોગપતિઓ અને બિઝનેસ લીડર્સ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ મારફત વાત કરી હતી. આ મિટીંગમાં પણ ટોચના ઉદ્યોગપતિઓએ દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવવા સરકાર કોઈ મોટા રાહત પેકેજ આપે તે જરૂરી છે તેમ કહ્યું હતું. ઉદ્યોગ જગતના લોકો માને છે કે, કોરોનાને કારણે પરિસ્થિતિ બદલાઈ છે. ભારતના લગભગ તમામ રાજ્યોમાં લોકડાઉન છે તેવા સમયે ઇન્કમટેક્સ અને GST ફાઈલિંગની સમય મર્યાદા વધવાથી ખાસ તો નાના ઉદ્યોગકારોને રાહત રહેશે.

બેન્કિંગને લગતી રાહતોથી આમ જનતાને ફાયદો થશે

એસોસિએટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયાના પ્રમુખ નિરંજન હિરાનંદાનીએ જણાવ્યું કે, અગામી ત્રણ મહિના સુધી કોઈ પણ ATMમાંથી પૈસા ઉપાડવા પર કોઈ ચાર્જ આપવો પડશે નહિ. આ સિવાય બેન્કોના ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાની શરતમાંથી પણ મુક્તિ આપવા જેવી બાબતોથી સામાન્ય જનતાને લાભ થશે. જોકે, ઉદ્યોગોને આશા છે કે સરકાર આગળ જતા વ્યાપક આર્થિક પેકેજોની જાહેરાત કરશે અને આ તે તરફનું એક પગલું હોઈ શકે છે.

બીજા રાઉન્ડમાં રાહત પેકેજની જાહેરાત થાય તેવી આશા

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ દુર્ગેશ બુચે જણાવ્યું હતું કે, નાણામંત્રીની આજની જાહેરાતો વહીવટી લેવલે રાહતો આપનારી ખરી પણ આર્થીક રીતે તેમાં કોઈ ફાયદો નથી. બની શકે છે કે સરકાર ટૂંક સમયમાં બીજા રાઉન્ડમાં આ અંગે જાહેરાત કરવામાં આવે. પ્રધાનમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ મિટીંગમાં તમામ લોકો દ્વારા અર્થતંત્રને બુસ્ટ આપવા માટે સરકાર દ્વારા આર્થિક પેકેજની વાત પર ભાર મુકાયો હતો.

કોરોનાથી કેશ ક્રન્ચની સ્થિતિ ઉભી થઇ શકે છે

મેઘમણી ઓર્ગેનિક્સના મેનેજીંગ ડિરેક્ટર નટવરલાલ પટેલે જણાવ્યું કે, કોરોનાના કારણે દેશ અને દુનિયામાં માલની ખપત ઘટી છે અને તેવા સંજોગોમાં કેશ ક્રન્ચ ઉભો થાય તેવી સંભાવના જોતા સરકાર દ્વારા લેવાયેલા આજના પગલા રાહત તો આપશે. અલબત્ત, આનાથી અર્થતંત્રને વેગ મળશે તેમ અત્યારે કહી ના શકાય. કોરોનાની સ્થિતિએ આવનારા 15 દિવસો નિર્ણાયક રહેશે. પરંતુ ઉદ્યોગ જગતને આજે નહી તો કાલે એક મોટા પેકેજની જરૂર તો પડશે જેના અંગે સરકારે વિચારવું રહ્યું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી