ઓમિક્રોન અસર:હોસ્પિટાલિટી સેક્ટરને રૂ. 200 કરોડનું નુકસાન, ઓક્યુપન્સી અને રેટ પણ ક્રેશ થયા

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોવિડ-19ના નવા વેરિએન્ટ ઓમિક્રોન કેસમાં વધારાને કારણે લગ્ન અને આયોજિત કાર્યક્રમોની સાથે ક્રિસમસ તથા નવા વર્ષની ઉજવણી માટે બુકિંગ કેન્સલ થવાથી અત્યાર સુધીમાં હોસ્પિટાલિટી સેક્ટરને અંદાજે રૂ. 200 કરોડનું નુકસાન થયું છે. ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન્સ ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું. રાજ્યોને પ્રતિબંધો મૂકવાની ફરજ પાડતા કોવિડ-19 કેસમાં વધારો થતાં ફરીથી અનિશ્ચિતતાનો સામનો કરવો પડી રહ્યો છે. ઇન્ડસ્ટ્રીઝને ડર છે કે સરકારના સમર્થન વિના વ્યવસાયો વધુ બંધ થઈ જશે.

ઇન્ડસ્ટ્રીઝની ઘણી બધી ઉજવણીઓ હતી ઘણી બધી ઇવેન્ટ્સ કે જેનું આયોજન કરવામાં આવ્યું હતું,લગ્નની સિઝન છે. પરંતુ હવે મીટિંગ્સ અને લગ્નો કેન્સલ થઈ ગયા છે. નવું વર્ષ અને નાતાલથી લઈને અત્યાર સુધી તે તમામ રદ થવાથી લગભગ ઉદ્યોગને 200 કરોડનું નુકસાન થયાનું જોઈન્ટ ઓનરરી સેક્રેટરી પ્રદીપ શેટ્ટીએ જણાવ્યું હતું.

ઓમિક્રોન વેરિઅન્ટ કેસમાં વધારાની અસર અંગે તેમણે કહ્યું કે 25મી ડિસેમ્બરથી શહેરની હોટલોમાં દરો અને વ્યવસાયમાં ભારે ઘટાડો થયો છે જે 10 ટકાથી 15 ટકાના ઓક્યુપન્સી અને રેટ પણ ક્રેશ થયા છે.

હોટલ ઇન્ડસ્ટ્રીઝની માગ ઘટશે : ઇકરા
રેટિંગ એજન્સી ઇકરાના જણાવ્યા અનુસાર ઓમિક્રોન વેરિઅન્ટને કારણે સેન્ટિમેન્ટમાં ઘટાડો થતા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં ઓછામાં ઓછા જાન્યુઆરી 2022માં હોટેલ ઉદ્યોગમાં માંગમાં ઘટાડો થશે. કેટલાક રાજ્યોએ આંશિક લોકડાઉન લાગુ કરતા હોટલ ઇન્ડસ્ટ્રીઝ જાન્યુઆરી 2022ના બુકિંગને રદ કરી રહ્યા છે અને આગામી થોડા અઠવાડિયા માટે પૂછપરછમાં ઘટાડો થયો છે. કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકાર આ સેક્ટરને રાહત આપે તે જરૂરી છે. જેમકે મિલકત વેરાની ચુકવણી પર રાહત મળે તો સપોર્ટ મળી રહે.

અન્ય સમાચારો પણ છે...