તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • To Invest In The US Stock Market At A Lower Price, The Investor Must Open A New Demat Account

વિશેષ:ઓછી કિંમતમાં કરી શકો છો અમેરિકી શેરબજારમાં રોકાણ, રોકાણકારે ખોલવું પડશે નવું ડીમેટ ખાતું

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગિફ્ટ સિટીમાં પોતાના ડીમેટ ખાતાઓમાં રોકાણકારો ડિપોઝિટરીની રસીદો રાખી શકશે

ભારતીય રિટેલ રોકાણકારોને જલદીથી અમેરિકી શેરોમાં રોકાણ કરવાનો મોકો મળી રહ્યો છે. એનએસઇની સબસિડિયરી એનએસઇ આઇએફએસસી આ સુવિધા રજૂ કરશે. જેમાં રોકાણકારો માટે ક્યા ફાયદા છે જેમાં કઇ સુવિધાઓ મળશે અને તેમાં રોકાણ માટે શું કરવાનું રહેશે ? તે અંગે વિગતવાર જણાવી રહ્યાં છે એનએસઇના પ્રમુખ અને બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર રવી વારાણસી... એનએસઈ IFSC ટૂંક સમયમાં ઓપરેશનલ વિગતો જાહેર કરશે અને વહેલી તકે પ્રોડક્ટ લોન્ચ કરશે. ડિપોઝિટરીઝ, બેન્કો અને દલાલોએ ભારતીય રોકાણકારો માટે આ રોકાણ ઉત્પાદનોને સક્ષમ કરવા માટે NSE IFSC સાથે કામ કરવાનું શરૂ કરી દીધું છે. {અમેરિકી શેરોમાં રોકાણ સંભવ થઇ શકશે ? આપણે ડિપોઝિટરી રિસીટ અથવા ડીઆરનો રસ્તો અપનાવ્યો છે. મૂળ રૂપથી આ કોઇ પણ અન્ય ડીઆરની રીતે જ થાય છે ? આ વ્યવસ્થામાં બજાર ઉત્પાદકો અમેરિકામાં સ્ટોક ખરીદે છે અને તેને ડિપોઝિટરી કસ્ટોડિયલ બેન્ક, રિપોઝિટરી બેન્કમાં જમા કરાવી દે છે. ત્યાર બાદ જમા કરવામાં આવેલ સ્ટોક્સ પર ડિપોઝિટરી રિસીટ અને ઇક્વિટી બનાવી તમને જણાવવામાં આવે છે. આ ભારતીય રિઝર્વ બેન્કના એલઆરએસ પાયાની રીતે અમેરિકી શેરોમાં સરળ અને વાજબી રોકાણનો અવસર આપવામાં આવે છે.

  • ભારતીય રોકાણકાર પોતાના બ્રોકરના માધ્યમથી પહેલાથી જ અમેરિકી બજારમાં રોકાણ કરી રહ્યાં છે. આ કેવી રીતે અલગ હશે ?

વર્તમાનમાં અમેરિકી બજારમાં રોકાણ ભારતીય રોકાણકારો માટે મોંઘું સાબિત થઇ રહ્યું છે. તેઓને વિદેશી નાણામાં રૂપાંતરણથી લઇને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બ્રોકિંગ કમિશન જેવી અનેક બાબતોનો ખર્ચ ચૂકવવો પડી રહ્યો છે. તેઓ ક્યાંય પણ સોદો કરે, શેર અમેરિકી બ્રોકરની પાસે જ રાખવામાં આવે છે. એનએસઇ આઇએફએસસીમાં શેર રોકાણકારના ડીમેટ ખાતામાં જ રહેશે. જેમાં સોદાનો ખર્ચ પણ ઘણો ઓછો થશે.

  • રિટેલ રોકાણકાર આમાં કેવી રીતે રોકાણ કરી શકશે ? શું તેઓને નવા ખાતા ખોલાવવા પડશે ?

જી હાં, આના માટે નવા ડીમેટ ખાતા ખોલાવવા પડશે. આ ખાતાના રોકાણકારો સામાન્ય સોદાની રીતે અમેરિકી શેર ખરીદી અને વેચી શકશે. જોકે, આ ડીમેટ ખાતા તે જ બ્રોકર ખોલી શકશે, જેઓને ગિફ્ટ સિટીમાં એક કંપની સ્થાપિત કરી હોય અને એનએસઇ આઇએફએસસીની સભ્ય પદ મેળવી લીધું હોય. ઘણી બ્રોકરેજ કંપનીઓ આવું કરી ચૂકી છે અને અનેક કતારમાં છે.

એનએસઇ આઇએફએસસી પર ભારતીય મૂલ્ય રોકાણકાર ક્યા-ક્યા અમેરિકી શેર ખરીદી શકશે ?
અમે શરૂઆતમાં 50 ટોચની કંપનીઓથી કરી રહ્યાં છીએ. અમે સુનિશ્ચિત કરીશું કે માર્કેટ કેપિટલાઇઝેશન અને લિક્વિડિટીના આધાર પર આમાં દરેક મોટા નામ સામેલ થઇ જશે. રોકાણકારોને દરેક મોટી અમેરિકી કંપનીઓ જેવી કે એપલ, ટેસ્લા, અલ્ફાબેટ (ગૂગલ), નેટફ્લિક્સમાં રોકાણ કરવાનો સમય મળશે.

અન્ય સમાચારો પણ છે...