તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Tirupati Oil To Invest In Rs 150 Crore Over Next Five Years To Become Top 3 Edible Oil Brand

નવું લક્ષ્ય:તિરુપતિ ઓઈલનું ખાદ્યતેલની ટોપ-3 બ્રાન્ડમાં આવવા પર ફોકસ, આવતા પાંચ વર્ષમાં 150 કરોડનું રોકાણ કરશે

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
એન.કે. પ્રોટીન્સના CEO પ્રિયમ પટેલ - Divya Bhaskar
એન.કે. પ્રોટીન્સના CEO પ્રિયમ પટેલ
  • કંપની ભારતના પૂર્વ અને ઉત્તરના રાજ્યોમાં માર્કેટ ઉભું કરવા સક્રિય થઇ
  • પ્રોડક્શન વધારવા જોબવર્ક અથવા ચાલુ ફેક્ટરી એક્વાયર કરવાની યોજના

ખાદ્યતેલની અગ્રણી કંપની ગુજરાતની એન.કે. પ્રોટીન્સ તેની બ્રાંડ તિરૂપતિ એડિબલ ઓઇલને હવે ટોપ-3 બ્રાંડ બનાવવા સક્રિય થઇ છે. કંપનીના CEO પ્રિયમ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં અમે રાષ્ટ્રીય સ્તરે 6ઠા ક્રમે છીએ અને હવે અમારું ફોકસ ટોચની ત્રણ બ્રાન્ડમાં આવવાનો છે. આ માટે અમે આગામી દિવસોમાં ઉત્તર અને પૂર્વ ભારતના રાજ્યોમાં અમારું માર્કેટ વધારવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. વિસ્તરણના ભાગ રૂપે આવતા પાંચ વર્ષમાં પ્રોડક્શન કેપેસિટી, બ્રાન્ડિંગ સહિતની બાબતો માટે અંદાજે રૂ. 150 કરોડનું રોકાણ કરીશું.

નવા માર્કેટ માટે રાઈસબ્રાન, મસ્ટર્ડ ઓઇલ પર ફોકસ
પ્રિયમ પટેલે કહ્યું કે, હાલમાં અમારી પ્રોડક્શન કેપેસિટી 2000 ટન પ્રતિ દિવસની છે. જો અમારે ટોપ-3માં પહોચવું હોય તો આ કેપેસિટી વધારીને 5000 ટન કરાવી પડશે. આના માટે હાલમાં જ અમે રાઈસબ્રાન તેલનો નવો પ્લાન્ટ બનાવ્યો છે. અમે જાન્યુઆરી સુધીમાં આ તેલ બજારમાં લોન્ચ કરીશું. આ ઉપરાંત ઉત્તર ભારતમાં મસ્ટર્ડ ઓઇલનું ચલણ વધુ છે. આગામી સમયમાં અમે આ બંને ખાદ્યતેલોના માર્કેટ વધારવા ઉપર ધ્યાન આપી રહ્યા છીએ.

ઉત્પાદન વધારવા એકવીઝીશન કરી શકે છે કંપની
અન્ય રાજ્યોમાં માગને પહોચી વળવા માટે કંપની ચાલુ પ્લાન્ટનું એકવીઝીશન કરી શકે છે. આ ઉપરાંત જોબવર્ક આધારે પણ બહારથી ઉત્પાદન કરાવવા ઉપર પણ કંપની વિચારી રહી છે. પ્રિયમ પટેલે જણાવ્યું કે, કોઈ પ્લાન્ટને એક્વાયર કરવા માટે અમે રાજસ્થાન અને પંજાબમાં તપાસ કરી રહ્યા છીએ. જોકે હજુ બધું પ્રાથમિક તબક્કે છે એટલે તેના ઉપર વધારે કહી કહી શકાય નહિ.

બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરીના કપૂરને સાઇન કરી
એન.કે. પ્રોટીન્સ ગ્રુપનો હિસ્સો તિરૂપતિ એડિબલ ઓઇલે બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાનની તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂંક કરી છે. આ ઉપરાંત કંપની સોશિયલ મીડિયા પર માર્કેટિંગ માટે ફૂડ સેક્ટર સાથે સંકળાયેલા ઇન્ફ્લુએન્સર તેમજ રીજનલ કલાકારો સાથે જોડાણ કરવા અંગે વિચારી રહી છે.

આ વર્ષે રૂ. 4000 કરોડના ટર્નઓવરની અપેક્ષા
પ્રિયમ પટેલે જણાવ્યું કે, સ્થાનિક તેમજ એક્સપોર્ટમાં વધારો તેમજ અન્ય રાજ્યોમાં વિસ્તરણ કરી રહ્યા છીએ તેને જોતા ચાલુ નાણાકીય વર્ષમાં અમારું ટર્નઓવર રૂ. 4000 કરોડને આંબી જાય તેવી અપેક્ષા છે. ગત વર્ષે અમે રૂ. 3500 કરોડ ટર્નઓવર મેળવ્યું હતું. ગત વર્ષે અમારું રૂ. 500 કરોડની નિકાસ હતી જે આ વર્ષે અત્યાર સુધીમાં જ અમે હાસલ કરી છે. આ વર્ષમાં એક્સપોર્ટ 30-35% વધવાની ધારણા છે.

અન્ય સમાચારો પણ છે...