દેશના ટિઅર 2 શહેરોમાં ટર્મ ઇન્શ્યોરન્સ અને અન્ય ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ અંગે વધુ જાગૃતિ જોવા મળી છે. ખાસ કરીને દેશના લુધિયાણા, જયપુર, પટના અને પુણે જેવા શહેરોમાં ટર્મ ઇન્શ્યોરન્સનું મેટ્રો શહેરો કરતાં પણ વધુ વેચાણ નોંધાયું છે. મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ દ્વારા તૈયાર કરાયેલા ઇન્ડિયા પ્રોટેક્શન કોશન્ટ સરવે (IPQ) અનુસાર કોવિડ-19 બાદ દેશમાં ટર્મ ઇન્શ્યોરન્સને લઇને જાગૃતિ વધી છે. ટર્મ ઇન્શ્યોરન્સ ખરીદવા માટે ઑનલાઇન માધ્યમને વધુ પસંદ કરવામાં આવી રહ્યું છે તેમજ દર 3માંથી 2 ભારતીયો વીમાની ખરીદી માટે હજુ પણ એજન્ટોને વધુ પ્રાધાન્ય આપે છે.
તાજેતરના IPQ 5 સરવેમાં દેશના 25 શહેરોના 3,500 ઉતરદાતાઓને આવરી લેવાયા હતા. કોવિડ બાદ હવે દેશમાં સતત વધી રહેલા ફુગાવાને કારણે પણ શહેરમાં રહેતા લોકો વધુ ચિંતિત જણાઇ રહ્યાં છે. વર્ષ 2019માં 35ના પ્રોટેક્શન કવોશન્ટથી શરૂઆત સાથે ભારતમાં વીમા પ્રોડક્ટ્સ અંગે જાગૃતિ સતત વધી છે. શહેરી ભારતીયોમાં જે રીતે જીવન વીમાને લઇને જાગરુકતા જોવા મળી છે અને નોલેજ ઇન્ડેક્સ પણ 39થી વધીને 57 સુધી પહોંચ્યું છે. લાઇફ ઇન્શ્યોરન્સ ઓનરશિપનું સ્તર છે.
લોકો નાણાકીય સલામતી પ્રત્યે વધુ જાગૃત થયા
દેશના લોકોના નાણાકીય સલામતી પ્રત્યેના વલણ તેમજ વિચારને જાણવા માટે પાંચ વર્ષ અગાઉ ઇન્ડિયા પ્રોટેક્શન ક્વોશન્ટ સરવેની શરૂઆત કરવામાં આવી હતી. દેશની સ્થિતિસ્થાપકતા જાણવા માટે નાણાકીય સલામતી ખૂબ જ અગત્યનું પરિબળ છે. આ વર્ષના સ્ટડીથી જાણવા મળે છે કે શહેરી ભારતીયો નાણાકીય સલામતી માટે વધુ જાગૃત થયા છે. લોકો હવે ટર્મ ઇન્શ્યોરન્સના મહત્ત્વને પણ સમજી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.