નવી લોકસભા ચેમ્બરમાં રજૂ થઇ શકે છે બજેટ:જૂના ભવન કરતાં ત્રણ ગણું મોટું છે, નવેમ્બર 2022માં પૂરું થવાનું હતું કામ

3 દિવસ પહેલા
  • કૉપી લિંક

31 જાન્યુઆરીથી શરૂ થતા બજેટ સત્ર પહેલાં નવા સંસદ ભવનના હોલની તસવીરો સામે આવી છે. નવી પાર્લામેન્ટરી બિલ્ડિંગને બનાવનાર કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રાલય (MoHUA)એ તેને શેર કરી છે. મંત્રાલયની વેબસાઇટ- Centralvista.gov.in પર આ તસવીર ઉપલબ્ધ છે. આ પ્રોજેક્ટને પૂરી કરવાની ડેડલાઇન નવેમ્બર 2022 હતી, પરંતુ અધિકારીઓનું કહેવું છે કે આ જાન્યુઆરીના અંત સુધી તૈયાર થઇ જશે.

એવામાં આશા રાખવામાં આવે છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 31 જાન્યુઆરી 2023ના નવા લોકસભા ભવનના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. ત્યાર બાદ 1 ફેબ્રુઆરી, 2023ના નવા લોકસભા સદનમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. જોકે સરકારે હજુ આની જાહેરાત નથી કરી કે બજેટ સત્ર નવા ભવનમાં શરૂ થશે કે સત્રનો બીજો ભાગ આમાં આયોજિત કરવામાં આવશે.

CPWDએ ટેન્ડર જાહેર કર્યું
નવી સંસદને તૈયાર કરવા માટે કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ (CPWD)એ આ વીકમાં ટેન્ડર જાહેર કર્યું છે. આમાં મિકેનિકલ હાઉસકીપિંગ માટે 24.65 કરોડ રૂપિયાનું ટેન્ડર સામેલ છે. નવા ભવનનો પ્રોજેક્ટ ટાટને 2020માં 861.9 કરોડમાં આપવામાં આવ્યો હતો. જોકે કેટલાક રિપોર્ટમાં કહેવાયું ચે કે આની લાગત લગભગ 1,200 કરોડ રૂપિયા સુધી વધી ગઇ છે.

GST વધવાથી લાગતમાં વધારો
નિર્માણ પર GST વધવાને લીધે આ લાગતમાં વધારો થયો છે. સાલ 2022માં GSTને 12%થી વધારીને 18% સુધી કરવામાં આવ્યો હતો. નવી લોકસભા ચેમ્બરમાં 888 સીટો છે અને ભવિષ્યમાં પરિસીમનની સાથે સદનની સંખ્યા વધવા પર વધારે સાંસદોનો સમાવેશ કરવાની ક્ષમતા છે. રાજ્યસભા કક્ષમાં 384 સીટો છે.

જુઓ નવા ભવનની તસવીરો...

અન્ય સમાચારો પણ છે...