તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPO:2665 કરોડ એકત્ર કરવા વધુ ત્રણ IPO આજે ખૂલશે

અમદાવાદ8 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બે વર્ષના વિલંબ બાદ મઝગાંવ ડોકનો IPO આજે ખૂલશે

સેકેન્ડરી માર્કેટમાં તેજી પાછી ફરવા સાથે પ્રાઈમરી માર્કેટમાં આઇપીઓની વણઝાર ફરી શરૂ થઇ ગઇ છે. આજે રૂ. 2664.77 કરોડ એકત્ર કરવા માટે ત્રણ આઈપીઓ મૂડીબજારમાં પ્રવેશી રહ્યા છે. જેમાં યુટીઆઈ એએમસી, મઝગાંવ ડોક અને લિખિતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે.

છેલ્લા બે વર્ષથી આઈપીઓ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યા પછી રાહ જોઇ રહેલી સરકારી કંપની મઝગાંવ ડોક શિપયાર્ડ પણ છેવટે રૂ. 444 કરોડ એકત્ર કરવા તૈયાર થઇ ગઇ છે. તેની શેરદીઠ પ્રાઇસબેન્ડ રૂ. 135-145 છે. મઝગાંવે માર્ચ, 2018માં ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ ફાઈલ કર્યું હતું. ડિફેન્સ સેક્ટરની કંપની શિપ બિલ્ડિંગ, હેવી એન્જિનિયરિંગ, અને સબમરીન માટે સર્વિસિસ પૂરી પાડે છે. યુટીઆઈ એએમસીનો રૂ. 2159.88 કરોડના આઈપીઓની પ્રાઇસબેન્ડ રૂ. 552-554 છે. જ્યારે લિખિતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઈશ્યૂ સાઈઝ રૂ. 61.20 કરોડ અને પ્રાઈસ બેન્ડ રૂ. 117-120 છે. સ્મોલ ફાઈનાન્સ કંપની ઈક્વિટાસનો રૂ. 280 કરોડનો આઈપીઓ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહે યોજાશે.

એસએમઈ પ્લેટફોર્મ પર પણ સળવળાટ શરૂ થયો
એસએમઈ સેગમેન્ટમાં રૂ. 39.03 કરોડના ચાર આઈપીઓ 30 સપ્ટેમ્બરે ખૂલે છે. જેમાં સિગ્મા સોલ્વ લિનો 4.95 કરોડનો આઈપીઓ આજે ખુલે છે. AAA ટેકનોલોજીસ લિ.નો રૂ. 10.23 કરોડનો આઈપીઓ 30 સપ્ટેમ્બરે શરૂ થશે. કંપની પ્રાથમિક ધોરણે આઇટી ઓડિટ અને સાઇબર સિક્યૂરીટી ઓડિટ ક્ષેત્રે વ્યસ્ત છે. તે ઉપરાંત અટલ રિટેલટેક, જીએમ પોલિપ્લાસ્ટ, વીર ગ્લોબલ ઈન્ફ્રા. પણ આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો