• Gujarati News
  • Business
  • Wanted To Withdraw Large Amount From NRI's Account, Arrested 12 Including 3 Employees Of The Bank

HDFC બેન્ક એકાઉન્ટમાં છેતરપિંડીની કોશિશ:NRIના એકાઉન્ટમાંથી મોટી રકમ કાઢવા માંગતા હતા, બેન્કના 3 કર્મચારી સહિત 12ની ધરપકડ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિલ્હી પોલીસે HDFC બેન્કના 3 કર્મચારી સહિત 12 લોકોની ધરપકડ કરી છે. આ લોકો વિદેશમાં રહેતા એક ભારતીયના એકાઉન્ટમાંથી ચોરી-છુપીથી પૈસા કાઢવાની કોશિશ કરી રહ્યાં હતા.

આરોપીઓએ એકાઉન્ટ હોલ્ડરના KYCમાં રજિસ્ટર્ડ અમેરિકન મોબાઈલ નંબર જેવો જ એક ભારતીય મોબાઈલ ફોન નંબર પ્રાપ્ત કર્યો હતો. આરોપીઓ પાસેથી ચેક બુક પણ જપ્ત કરવામાં આવી છે. આ સંબંધમાં બેન્કે જ સાઈબર ક્રાઈમ યુનિટમાં ફરિયાદ નોંધાવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે સંબંધિત એકાઉન્ટમાં ઘણી વખત અનઓથોરાઈઝ્ડ ઈન્ટરનેટ બેન્કિંગ એટેમ્પ્ટ જોવા મળ્યા છે. આરોપીઓ છેતરપિંડીથી પ્રાપ્ત કરેલી ચેક બુકનો ઉપયોગ કરીને એક એકાઉન્ટમાંથી કેશ કાઢવા માંગતા હતા. તેમણે નવા મોબાઈલ નંબરને અપડેટ કરવાની પણ કોશિશ કરી હતી.

ટેક્નિકલ ઈવિડન્સના આધારે આરોપીઓ સુધી પહોંચી પોલીસ
અનઓથોરાઈઝ્ડ ઈન્ટરનેટ બેન્કિંગ અટેમ્પ્ટને જોતા, દિલ્હી પોલીસે મામલાની તપાસ માટે એક ટીમની રચના કરી હતી. ટીમને ટેક્નિકલ ફુટપ્રિન્ટ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે દોષિતોની ઓળખ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ટેક્નિકલ ઈવિડન્સ, ફુટપ્રિન્ટ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે, ઘણા જિયો લોકેશન્સની ઓળખ કરવામાં આવી છે. દિલ્હી, હરિયાણા અને ઉત્તપપ્રદેશમાં 20 જગ્યાએ રેડ કરવામાં આવી હતી. જેમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં ત્રણ HDFC બેન્કના કર્મચારી છે, જે ચેક બુક ઈસ્યુ કરવા, મોબાઈલ ફોન નંબર અપડેટ કરવામાં સામેલ હતા.

બેન્ક કર્મચારીને 10 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો
પુછપરછ દરમિયાન આરોપીઓએ ખુલાસો કર્યો કે માસ્ટરમાઈન્ડને જાણવા મળ્યું હતું કે આ NRI એકાઉન્ટમાં ઘણુ બધુ ફન્ડ છે. આ લાંબા સમયથી નિષ્ક્રિય પડ્યું છે. તે પછી માસ્ટરમાઈન્ડે ત્રણ અન્ય લોકોને પોતાની સાથે જોડ્યા અને એકાઉન્ટ વિશે માહિતી એકત્રિત કરી. HDFCના એક કર્મચારીની મદદથી તેમણે આ એકાઉન્ટની ચેક બુક પ્રાપ્ત કરી અને એકાઉન્ટની ડેટ ફ્રીઝ પણ હટાવી દીધી. તપાસમાં જાણવા મળ્યું છે કે HDFC બેન્ક કર્મચારીને 10 લાખ રૂપિયા અને 15 લાખ રૂપિયાના ઈન્શ્યોરન્સ બિઝનેસનો વાયદો કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...