તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IPOની ધૂમ:આ વર્ષે રેકોર્ડ નોંધાવશે, છ માસમાં 22 આઇપીઓ યોજાયા

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સેકેન્ડરી માર્કેટની જેમ આ વર્ષે પ્રાઈમરી માર્કેટમાં પણ રેકોર્ડ બ્રેક આઈપીઓ યોજાવાનો તીવ્ર શક્યતા જણાઈ રહી છે. ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ છ માસમાં રૂ. 26391.15 કરોડના 22 આઈપીઓ યોજાઈ ચૂક્યા છે. જ્યારે ગતવર્ષ દરમિયાન 15 આઈપીઓ (રૂ. 26612.62 કરોડ) યોજાયા હતા. ઉપરાંત 2019માં 16 (રૂ.12361.56 કરોડ), 2018માં 24 (રૂ. 30959.07 કરોડ) આઈપીઓ યોજાયા હતા.

સેબીના આંકડા અનુસાર, હાલ વધુ 24 આઈપીઓને સેબીની મંજૂરી મેળવી લીધી છે. જે ટૂંકસમયમાં આઈપીઓ મારફત અંદાજિત કુલ રૂ. 26041 કરોડનુ ફંડ એકત્ર કરશે. વધુમાં અન્ય 21 કંપનીઓ આઈપીઓ માટે સેબીની લીલી ઝંડી મળવાની રાહ જોઈ રહી છે.

ગતવર્ષે પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓના શ્રેષ્ઠ પર્ફોમન્સના પગલે રોકાણકારોની સંખ્યા વધી છે. આ તકનો લાભ લેવા માટે વધુને વધુ કંપનીઓ આઈપીઓ યોજી મેઈન બોર્ડમાં લિસ્ટિંગ કરાવવા માગે છે. ચાલુ કેલેન્ડ વર્ષમાં કુલ 47 કંપનીઓએ આઈપીઓ માટે ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ ફાઈલ કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે લિસ્ટિંગ કરાવનાર 15 આઈપીઓમાં 4 ટકાથી માંડી 470 ટકા સુધી રિટર્ન જોવા મળ્યુ છે.

22માંથી 18માં સરેરાશ 52%થી વધુ રિટર્ન
ચાલુ કેલેન્ડર વર્ષમાં લિસ્ટેડ 22 કંપનીઓમાંથી માત્ર 4ને બાદ કરતાં 18માં સરેરાશ 52.06 ટકા રિટર્ન છૂટી રહ્યા છે. જેમાં ન્યુરેકામાં ઈશ્યૂ પ્રાઈસ રૂ. 400 સામે હાલ રૂ. 1587.60 બંધ સાથે 296.9 ટકા સૌથી વધુ રિટર્ન જોવા મળ્યુ છે. ઈઝી ટ્રીપ પ્લાનર્સમાં 112.86%, MTARમાં 74.84 ટકા, ઈન્ડિગો પેઈન્ટ્સમાં 70.67 ટકા રિટર્ન પ્રાપ્ત થયુ છે.
જી.આર. ઈન્ફ્રાપ્રોજેક્ટ્સનો આઈપીઓ 7 જુલાઈએ યોજાશે
જી.આર. ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ આશરે રૂ. 1000 કરોડનો આઈપીઓ 7 જુલાઈના રોજ યોજાશે. ઉદેયપુર સ્થિત ઈન્ટેગ્રેટેડ રોડ એન્જિનિયરિંગ, પ્રોક્યુરમેન્ટ અને કંસ્ટ્રક્શન કંપની રૂ. 5ની મૂળકિંમત ધરાવતા 11,508,704 ઈક્વિટી શેર્સ ઓફર ફોર સેલ મારફત જારી કરશે. બીજી બાજુ એનટીપીસી રિન્યુએબલ એનર્જી લિ.એ પણ 60 ગીગાવોટની ક્ષમતા 2032 સુધી હાંસિલ કરવાના લક્ષ્યાંકપેટે આઈપીઓ દ્રારા ફંડ ઉઘરાવવાની યોજના બનાવી છે.

અન્ય સમાચારો પણ છે...