પૈસાની જરૂર પડવાના લીધે FD તોડાવવી ફાયદાનો સોદો નથી:આનાથી મળશે ઓછું વ્યાજ અને આપવી પડશે પેનલ્ટી, અહીં સમજો આનું પૂરું ગણિત

5 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેટલીક વાર જોયું છે કે અચાનક પૈસાની જરૂર પડવાથી લોકો પોતાની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તોડાવે છે. પરંતુ આવું કરવાથી તમને નુકસાન ભોગવવું પડે છે. કારણ કે મેચ્યોરિટી પહેલાં FD તોડાવવા પર તમને ઓછું વ્યાજ મળશે સાથે જ તમારે પેનલ્ટી પણ આપવી પડશે. અહીં અમે તમને મેચ્યોરિટી પહેલાં FD તોડાવાથી થનારા નુકસાન અને FD પર મળનારી લોનની સુવિધા વિશે જણાવીશું.

સમય કરતાં પહેલાં FD તોડાવા પર કેટલું ઓછું મળશે વ્યાજ?
જો તમે સમયથી પહેલાં FD તોડાવી રહ્યા છો તો તમને FDનું જે વ્યાજ છે તે વ્યાજ નહીં મળે. SBIની સાઇટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ જો તમે સમય કરતાં પહેલાં FD તોડાવો છો તો તમને FD પર જે વ્યાજ મળવાનું હતું તેમાં 1% ઓછું વ્યાજ મળશે.
માની લો કે તમે 1 લાખ રૂપિયાની FD 1 વર્ષ માટે 6%ના દરે મૂકી છે, પરંતુ તમે તેને 6 મહિના પછી તોડી દો છો તો બેંક તમને તમારા પૈસા પર 5%ના દરે વ્યાજ આપશે, ના કે 6%ના દરે.

કેટલી આપવી પડશે પેનલ્ટી?
દેશની સૌથી મોટી બેંક SBIના નિયમાનુસાર જો કોઇ વ્યક્તિ 5 લાખ રૂપિયા સુધીની FD કરાવે છે, તો તેણે FD મેચ્યોર થતાં પહેલાં તેને બ્રેક કરાવવા પર 0.50% પેનલ્ટી આપવી પડશે. આ રીતે 5 લાખ કરતાં વધુ અને એક કરોડથી ઓછી FD પર 1% પેનલ્ટી સમય કરતા પહેલાં બ્રેક કરવા પર આપવી પડશે.
ત્યાં FD પર મળનારા વ્યાજમાં 1% સુધીની કપાત કર્યા પછી (જેવું કે ઉપર બતાવવામાં આવ્યું છે) તેમાંથી FDની રકમના હિસાબે પેનલ્ટી વસૂલ્યા પછી તમને તમારા પૈસા આપવામાં આવે છે.

FD પર લઇ શકો છો લોન
તેની સામે FDની વેલ્યૂના 90% સુધી તમે લોન લઇ શકો છો. માની લો કે તમારી FDની કિંમત 1.5 લાખ રૂપિયા છે તો તમને 1 લાખ 35 હજાર રૂપિયા લોન મળી શકે છે. જો તમે FD પર લોન લો છો તો તમને ફિક્સ્ડ ડિપોઝિટ પર મળનારા વ્યાજથી 1-2 વધુ વ્યાજ આપું પડશે. માની લો કે તમારી FD પર 4 ટકા વ્યાજ મળી રહ્યું છે તો તમને 5થી 6% વ્યાજદર પર લોન મળી શકે છે.

બેંક લોનના વ્યાજદર (%) મહત્તમ લોન
SBI FD રેટ + 1% FDના 95% સુધી
પંજાબ નેશનલ FD રેટ + 1% ---
એક્સિસ બેંક FD રેટ + 2% FDના 85% સુધી
HDFC બેંક FD રેટ + 2% FDના 90% સુધી
ઇન્ડિયન બેંક FD રેટ + 2% FDના 90% સુધી

કયું ઓપ્શન રહેશે યોગ્ય?
જો તમારી FD 1 લાખ રૂપિયાની છે અને તમને 50 હજાર રૂપિયાની જરૂર છે તો તમારે FD પર લોન લેવું યોગ્ય રહેશે. કારણ કે આનાથી તમારું સેવિંગ પણ બચ્યું રહેશે અને તમારી પૈસાની જરૂરિયાત પણ પૂરી થશે. ત્યાં જો તમને FDના બધા રૂપિયાની જરૂર છે તો તમારું સમય કરતાં પહેલાં FDતોડાવવું યોગ્ય રહેશે કારણ કે આનાથી તમને તમારા પૈસા થોડી પેનલ્ટી પછી મળી જશે. FD પર લોનમાં 85થી 90% પૈસા લોનના રૂપે મળે છે.

અન્ય સમાચારો પણ છે...