ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીમાં ચમકારો:આ સપ્તાહે 30% વધુ લોકો દિવાળી વીકેન્ડમાં ફરવા ઘર બહાર નીકળશે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેડ બસ પર વીકેન્ડમાં 42.50 લાખ ટિકિટ બુક થઈ

દિવાળીના તહેવારોમાં આ વખતે ગયા વર્ષની તુલનામાં 30% વધુ લોકો વીકેન્ડમાં ફરવા ઘર બહાર નીકળશે. ઓનલાઈન બસ ટિકિટિંગ પ્લેટફોર્મ રેડ બસ પર વીકેન્ડમાં 42.50 લાખ પ્રવાસીએ ટિકિટ બુક કરાવી છે. આ બુકિંગ દેશના 2.5 હજાર બસ ઓપરેટર અને 21 રોડવેઝ નિગમો માટે કરાવાયું છે. તેમાં 42% ટિકિટ મેટ્રો અને મોટા શહેરોની છે, જ્યારે બાકીની અન્ય શહેરોમાંથી છે.

આ બુકિંગ થકી આગામી સાત દિવસમાં પ્રવાસીઓ આશરે 94 કરોડ કિ.મી.નો પ્રવાસ કરશે. દેશમાં સૌથી વધુ પ્રવાસી બેંગલુરુથી રજાઓ મનાવવા જશે. આ વખતે બેંગલુરુથી હૈદરાબાદ અને ચેન્નાઈ માટે સૌથી વધુ ટિકિટ બુક થઈ છે.

આ ઉપરાંત ગોવા-પૂણે, નાગપુર-પૂણે, કોલકાતા-દુર્ગાપુર પણ સૌથી વ્યસ્ત રૂટ હશે, જ્યારે ગયા વર્ષે દિવાળીના તહેવારોના વીકેન્ડમાં ચેન્નાઈથી મદુરાઈ, હૈદરાબાદ, વિજયવાડા રૂટ પર સૌથી વધુ લોકોએ પ્રવાસ કર્યો હતો. દિલ્હીથી ગોરખપુર, વિશાખાપટ્ટનમ-હૈદરાબાદ રૂટ પણ ટોપ-5 રૂટમાં સામેલ હતા.

રેડ બસના ડેટા પ્રમાણે, આ વખતે આસામના ગુવાહાટીનો ઈન્ટરસિટી 4.9 કિ.મી. (20 મિનિટ)નો સૌથી નાનો રૂટ છે, જ્યારે સૌથી લાંબો રૂટ બેંગલુરુથી ફલૌદી-રાજસ્થાનનો છે, જેના માટે 37 કલાકમાં 2086 કિ.મી.ના પ્રવાસ માટે બુકિંગ કરાવાયું છે.

રેડ બસના સીઈઓના મતે, દેશના લગભગ તમામ રૂટ પર હવે કોઈ જ પ્રતિબંધ વિના વાહન વ્યવહાર ખોલી દેવાયો છે અને આશરે દોઢ વર્ષ પછી દિવાળી નિમિત્તે ઘર બહાર નીકળવામાં લોકોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

જેમ જેમ તહેવારો નજીક આવશે, ઈન્ટરસિટી બુકિંગ પણ વધવાની આશા છે. આ ઉપરાંત સ્કૂલ, કોલેજ પણ ખૂલી રહી છે અને ફરી એકવાર ઓફિસોમાં ફિઝિકલ વર્કિંગ શરૂ થઈ ગયું છે, જેનાથી ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીને ફાયદો થશે.

ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ બુકિંગ
આ વર્ષે ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ ટિકિટ બુકિંગમાં દેશના ટોપ-5 રાજ્ય છે. ગુજરાતમાં રાજકોટ, સુરતથી ઉદયપુર માટે સૌથી વધુ બુકિંગ થયું છે. તમિલનાડુમાં ચેન્નાઈથી મદુરાઈ, બેંગલુરુ-કોઈમ્બતુર રૂટ, મહારાષ્ટ્રમાં પૂણેથી ગોવા, નાગપુર, મુંબઈ, આંધ્ર.માં હૈદરાબાદથી વિજયવાડા-બેંગલુરુ, બેંગલુરુથી હૈદરાબાદ, તેલંગાણામાં વિશાખાપટ્ટનમથી વિજયવાડા, ચેન્નાઈ-કોઈમ્બતુરનું પણ ભારે બુકિંગ થયું છે.

અન્ય સમાચારો પણ છે...