યુક્રેનમાં યુદ્ધ વૈશ્વિક અર્થતંત્રમાં ટ્રેડ બાબતે એક પ્રકારની અસમાનતા ઊભી કરી છે. હવે વાત યુદ્ધથી આગળ નીકળી ચૂકી છે અને અનેકવિધ પરિબળો પાછળ વૈશ્વિક અર્થતંત્રમાં મંદીનો ખતરો તોળાઈ રહ્યો છે. ખાસ કરીને યુએસ અને યૂકે જેવા વિકસિત અર્થતંત્રો હાલમાં ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યાં છે.
યૂએસ ખાતે 2022ની શરૂઆતમાં જ અર્થતંત્રમાં મંદીના સંકેતો મળવાના શરૂ થઈ ગયા હતા, જ્યારે કેલેન્ડરના પ્રથમ ક્વાર્ટર માટે રિઅલ જીડીપી 1.6 ટકા જેટલો સંકોચાયો હતો. વિતેલા સપ્તાહે મળેલી એફઓએમસી બેઠકમાં ફેડ રિઝર્વે 75 બેસીસ પોઈન્ટ્સની રેટ વૃદ્ધિ કરી હતી. વિશ્વમાં સૌથી મોટા અર્થતંત્ર પર મંદીનું નોંધપાત્ર જોખમ ઝળુંબી રહ્યું છે. યુરોપનું અર્થતંત્ર પણ કેટલાંક પડકારોનો સામનો કરી રહ્યું છે.
યુએસની જેમ તે પણ ઈન્ફ્લેશન અને બેરોજગારીમાં તીવ્ર વૃદ્ધિ સામે સંઘર્ષ કરી રહ્યું છે. જેને કારણે ખરીદશક્તિ પર નેગેટિવ અસર પડી રહી છે. જે સ્થાનિક માગ પર પસ્તાળ પાડી રહી છે. જ્યારે બાકીના વિશ્વમાંથી માગ ઘટવાને કારણે બિઝનેસ સેન્ટિમેન્ટ્સ ખરડાઈ રહ્યું છે. ચીનની વાત કરીએ તો અર્થશાસ્ત્રીઓ માને છે કે વાયરસના સ્પ્રેડને કારણે તેનો ગ્રોથ આઉટલૂક અનિશ્ચિતતાભર્યો જળવાશે.
આમ વિશ્વના ત્રણ ટોચના અર્થતંત્રો યુનાઈટેડ સ્ટેટ્સ, યુરોપ અને ચીન ખાતે જોવા મળી રહેલું પેઈન ભારત માટે ગેઈન બની શકે છે. સ્થાનિક અર્થતંત્ર માટે આશાવાદી બનવાના કેટલાંક કારણો છે.
ફાર્મા : ભારતીય ફાર્મા ઉદ્યોગ વૈશ્વિક સ્તરે મેડિસીનના અનેક સેગમેન્ટ્સમાં આગેવાની ધરાવે છે. મેન્યૂફેક્ચરિંગના નીચા ખર્ચ અને કોસ્ટ એફિશ્યન્ટ આરએન્ડડી, સસ્તી સ્કીલ્ડ મજૂરી ભારતીય ફાર્મા કંપનીઓને વૈશ્વિક બજારો પર તેનું પ્રભુત્વ જાળવી રાખવા માટે યોગ્ય બનાવે છે. 100 ટકા એફડીઆઈની છૂટના સરકારના પગલાઓ નિકાસને વેગ આપશે.
અર્થતંત્ર 9 ટકાના ગ્રોથ રેટને પાર કરશે
IMFની અપેક્ષા મુજબ ચાલુ નાણા વર્ષમાં ભારતનું અર્થતંત્ર મંદીની ઝીરો શક્યતાં વચ્ચે 9 ટકાના ગ્રોથ રેટને પાર કરી શકે છે. જોકે એ વાત પણ સાચી છે કે છેલ્લાં બે ક્વાર્ટર્સનો આર્થિક ડેટા એટલો સારો નહોતો જ, તેમ છતાં કોર મેક્રો ઈન્ડિકેટર્સ આર્થિક ફંડામેન્ટલ્સમાં રિવાઈવલનો સંકેત આપી રહ્યાં છે. એસએન્ડપી ગ્લોબલ પીએમઆઈ જૂન 2022માં વધીને 59.2ની 11 વર્ષોની ટોચ પર રહ્યો હતો.
(લેખક : સમીર ગાંધી ગોલ્ડમાઈન સ્ટોક્સ પ્રા. લિ.ના ડિરેક્ટર છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.