• Gujarati News
  • Business
  • The Wealth Of The World's Rich Has Decreased, But That Of The Indian Rich Has Increased

રિચેસ્ટ ઇન્ડેક્સ:દુનિયાના અમીરોની સંપત્તિ ઘટી, પરંતુ ભારતીય ધનિકોની વધી

વોશિંગ્ટન-મુંબઇ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેઝોસે 1.63 લાખ કરોડ ગુમાવ્યા

દુનિયામાં સૌથી અમીર લોકોની સંપત્તિ એક જ દિવસમાં ઝડપથી ઘટી છે, જ્યારે ભારતીય અમીર લોકોની સંપત્તિ વધી છે. દુનિયાનાં સૌથી અમીર બર્નાર્ડ અર્નોલ્ટ, જેફ બેજોસ, બિલ ગેટ્સથી લઇને વોરેન બફેટની સંપત્તિ છેલ્લા 24 કલાકમાં ઘટી છે.

એમેઝોનનાં પ્રમુખ જેફ બેઝોસની સંપત્તિ સૌથી વધારે ઘટી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ બર્નાર્ડ અર્નોલ્ટની સંપત્તિ પણ ઉલ્લેખનીય રીતે ઘટી છે. બીજી બાજુ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની સંપત્તિ ઝડપથી વધી છે. ઇન્ડેક્સ મુજબ 24 કલાકમાં ટોપ-20માં સામેલ 18 અમીરોની સંપત્તિ ઘટી છે.

ભારતીયોની સંપત્તિ વધી
મુકેશ અંબાણી રેંક 13
નુકસાન : ~ 45380 કરોડ
સંપત્તિ : 84.1 અબજ ડોલર
ગૌતમ અદાણી : રેંક 18
નુકસાન : ~ 36205 કરોડ
સંપત્તિ : 64.2 અબજ ડોલર