• Gujarati News
  • Business
  • The Wait Is Over, The Biggest IPO Has Opened, At Least That Much Money Has To Be Stopped

LIC IPO:16.2 કરોડ શેરમાંથી 10 કરોડથી વધુ પર બીડિંગ, પોલિસી હોલ્ડર્સનો ક્વોટા લગભગ 2 ગણો ભરાયો

મુંબઈ20 દિવસ પહેલા
  • કંપનીના શેર IPO બંધ થવાના એક સપ્તાહ પછી 17 મેના રોજ શેરબજારમાં લિસ્ટ થશે

LICના IPOનું પ્રથમ દિવસે બુધવારે બમ્પર ઓપનિંગ થયું છે. દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO સવારે 10 વાગ્યે સબ્સક્રિપ્શન માટે ખુલ્યો અને અત્યાર સુધીમાં 61 ટકા સબ્સક્રાઈબ થયો છે. પોલીસી હોલ્ડર્સ માટે રિઝર્વ કરવામાં આવેલો(કુલ શેર્સનો 10 ટકા) હિસ્સો ઓવરસબ્સ્ક્રાઈબ થયો છે. એટલે કે ક્વોટા અંતર્ગત 1.8 ગણી બોલી લગાવવામાં આવી છે.

16 કરોડ 20 લાખ 78 હજાર 67 શેરને વેચાણ માટે મુકવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ શેર્સ માટે બોલી મળી છે. કર્મચારીઓ માટે રિઝર્વ રાખવામાં આવેલા હિસ્સામાંથી 97 ટકા અને રિટેલ રોકાણકારોના હિસ્સામાંથી 54 ટકા સબ્સ્ક્રાઈબ થયો છે. રોકાણકારોને 9 મે સુધી પૈસા લગાવવાની તક મળશે.

કંપનીના શેર IPO બંધ થવાના એક સપ્તાહ પછી 17 મેના રોજ શેરબજારમાં લિસ્ટેડ થશે. કેન્દ્ર સરકારને LICના IPOમાંથી 21,000 કરોડ રૂપિયા એકઠા થવાની આશા છે. IPO અંતર્ગત સરકાર કંપનીમાંથી પોતાના 22.13 કરોડ શેરનું વેચાણ કરી રહી છે અને એના માટે કિંમત 902થી 949 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.

રિટેલ રોકાણકારો માટે LIC IPOમાં ત્રણ કેટેગરી નક્કી કરવામાં આવી છે. પોલિસીધારક, એલઆઈસી કર્મચારી અને સામાન્ય રોકાણકાર. સામાન્ય રોકાણકારોના મનમાં એપ્લાય કરતાં પહેલાં જ ઘણા સવાલ છે કે તેમણે આ આઈપીઓમાં એપ્લાય કરવા માટે કેટલા રૂપિયા રોકવા પડશે. આ સિવાય તેમને કેટલા શેર મળવાની શક્યતા છે? તો ચાલો, જાણીએ આ તમામ સવાલોના જવાબ...

તમારી પાસે LICની પોલિસી છે, એટલે કે તમે પોલિસીહોલ્ડર છો તો તમને આઈપીઓમાં રિઝર્વેશનની સાથે-સાથે પ્રાઈસમાં ડિસ્કાઉન્ટ પણ મળશે. LIC પોલિસીહોલ્ડરને IPOમાં 10 ટકા રિઝર્વેશન મળશે. આ સિવાય પોલિસીહોલ્ડર માટે IPOમાં પ્રતિ શેર 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

પોલિસીહોલ્ડર્સે આટલા રૂપિયાનું રોકાણ કરવું પડશે
જો તમે એલઆઈસીના પોલિસીહોલ્ડર્સ છો તો આઈપીઓના એક લોટ માટે તમારે કેટલા રૂપિયા રોકવા પડશે એ અંગે જાણીએ. LICના IPOનું પ્રાઈસ બેન્ડ 902 રૂપિયાથી 949 રૂપિયાની વચ્ચે છે અને 15 શેરનો એક લોટ છે. જો તમે પોલિસીહોલ્ડર છો તો તમે પોલિસીહોલ્ડર કોટામાંથી IPO માટે એપ્લાય કરી શકો છો. પછી પ્રાઈસ બેન્ડના હિસાબથી (949-60=889×15= 13,335 રૂપિયા) એટલે કે 13,335 રૂપિયા રોકવા પડશે. આ રીતે પોલિસીહોલ્ડરને એક લોટના IPOમાં એપ્લાય કરવા પર કુલ 900 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

LICના કર્મચારીઓને પણ ડિસ્કાઉન્ટ
LICના કર્મચારીઓને આ આઈપીઓમાં એપ્લાય કરવા પર 45 રૂપિયા પ્રતિ શેરનું ડિસ્કાઉન્ટ મળશે, એટલે કે અપર પ્રાઈસ બેન્ડના હિસાબથી તેમણે એક લોટની એપ્લિકેશન પર 13560 રૂપિયા આપવા પડશે. રિટેલ રોકાણકાર અને LIC કર્મચારીઓને એક લોટ પર એપ્લાય કરવા પર 675 રૂપિયાની બચત થશે.

જો તમે પોલિસીહોલ્ડર્સ અને કર્મચારી નથી તો પછી તમારે પ્રાઈસ બેન્ડ મુજબ 14235 રૂપિયા રોકવા પડશે. આઈપીઓની ઈસ્યુ સાઈઝ 21,000 કરોડ રૂપિયા છે અને IPO દ્વારા લગભગ 22.14 કરોડ શેર વેચવામાં આવશે.

LICના IPOમાં એપ્લાય કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
જ્યારે તમે આઈપીઓ માટે એપ્લાય કરશો તો તમને રિટેલ ઈન્વેસ્ટર કેટેગરીમાં ત્રણ ઓપ્શન મળશે. એનું યોગ્ય સિલેક્શન કરો.

1.NEW 2.Policyholder 3.Employee

પ્રથમ ઓપ્શન
જો તમે LICની પોલિસી ધરાવો છો તો પોલિસીહોલ્ડરની કેટેગરીને પસંદ કરો. આ કેટેગરીને પસંદ કરવા પર તમને LIC IPOમાં 10 ટકાનું રિઝર્વેશન મળશે. આ સિવાય IPOમાં પ્રતિ શેરદીઠ 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

બીજો ઓપ્શન
જો તમે LICના કર્મચારી છો તો તમારે Employeeની કેટેગરી પર ક્લિક કરવું પડશે. LICના કર્મચારીઓને આ IPOમાં એપ્લાય કરવા પર 45 રૂપિયા પ્રતિ શેર ડિસ્કાઉન્ટ મળશે.

ત્રીજું ઓપ્શન
જો તમે એલઆઈસી પોલિસીહોલ્ડર કે કર્મચારી નથી તો તમારે સામાન્ય કેટેગરી એટલે કે Newનું સિલેક્શન કરવું પડશે. આ કેટેગરીમાં એપ્લાય કરવા પર એક લોટ આઈપીઓ દ્વારા તમને અપર પ્રાઈસ બેન્ડના હિસાબથી કુલ 14235 રૂપિયા આપવા પડશે.

આ આઈપીઓ દ્વારા સરકાર એનો 3.5 ટકા હિસ્સો વેચવાની છે અને 21 હજાર કરોડ રૂપિયા એકત્રિત કરવાની છે. આ રીતે તે ભારતનો સૌથી મોટો આઈપીઓ બનશે. ઉલ્લેખનીય છે કે સરકારે નાણાકીય વર્ષ 2022-23માં વિનિવેશથી 65 હજાર કરોડ રૂપિયા એકત્રિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

અન્ય સમાચારો પણ છે...