દબદબો:USની મોટી બેન્કોના સર્વોચ્ચ પદે હજી પણ પુરુષોનો દબદબો

ન્યૂયોર્ક2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સિટી ગ્રૂપમાં જેન ફ્રેઝર ચીફ એક્ઝિક્યુટિવ પદે

અમેરિકાની મોટી બેન્કો હવે પોતાના ટોચના પદની જવાબદારી મહિલાઓને સોંપી રહી છે. હાલમાં સિટી ગૃપે જેન ફ્રેઝરની માઈકલ કાર્બેટના સ્થાને ચીફ એક્ઝિક્યુટીવ પદે નિમણૂક કરી છે. તે આગામી વર્ષે ફેબ્રુઆરીમાં પદ ગ્રહણ કરશે. તેની સાતે ફ્રેઝર વોલ સ્ટ્રીટની મોટી બેન્કોમાં સામેલ બેન્કની કમાન સંભાળનારી પ્રથમ મહિલા પ્રમુખ બનશે.

જેપી મોર્ગન ચેસના પૂર્વ સિનિયર એક્ઝિક્યુટીવ હેદી મિલરે આ અંગે નિવેદન આપ્યુ છે કે, મહિલાઓને ટોચના પદોની જવાબદારી આપવી જોઈએ. ફ્રેઝરની સિટી ગ્રુપના હેડ તરીકે નિમણૂકનો નિર્ણય યોગ્ય દિશામાં છે. ઉલ્લેખનીય છે કે, હજી પણ ફાઈનાન્સિયલ ઈન્ડસ્ટ્રીના ટોચના પદો પર પુરૂષોનો દબદબો છે. અમેરિકી કંપનીઓમાં અમુક જ મહિલાઓ સીઈઓ બની છે. અને મહિલાઓ કંપનીઓના બોર્ડથી ઘણી દૂર છે.

બિઝનેસ મેગેજીન ફોર્ચ્યુન 500, જે રેવન્યુના આધારે દેશની સૌથી મોટી કંપનીઓના રેન્કિંગ જારી કરે છે. જેમાં માત્ર 37 મહિલાઓ સીઈઓ છે. જે અત્યારસુધીની સૌથી મોટી સંખ્યા છે. આ કોઈ આશ્ચર્યની વાત નથી. હેલ્થકેર અને હોટલ જેવા અમુક ક્ષેત્ર એવા છે કે, જ્યાં કંપનીઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ કામ કરી રહી છે. જ્યારે ટ્રાન્સપોર્ટ અને એન્જિનિયરિંગ જેવા સેક્ટર્સમાં પુરૂષોનુ પ્રભુત્વ છે. ફાઈનાન્સ સેક્ટરમાં આશરે 40 ટકા મહિલાઓ કામ કરી રહી છે. જેમાં અમુક જ મહિલાઓ એવી છે જે ટોચના પદો સુધી પહોંચી છે.

61 વર્ષીય માર્ગરેટ કીન દેશની ટોચની કન્ઝ્યુમર ફાઈનાન્સિયલ સર્વિસિઝ કંપની સિંક્રોની 29 નવેમ્બર, 2005થી સીઈઓ છે. 65 વર્ષની બેથ એલાઈન મૂની અમેરરિકાના ટોપ-20 બેન્કોમાં શુમાર કીકોર્પનુ 1 મે, 2011થી સફળતાપૂર્વક સંચાલન કરી રહી છે. તેમ છતાં ફોર્ચ્યુન 500 કંપનીઓમાં સામેલ 91 ફાઈનાન્સિયલ કંપનીઓમાંથી માત્ર 7માં જ એક મહિલા હેડ છે. જ્યારે જેન ફ્રેઝર આગામી વર્ષ, સિટી ગૃપના ચીફ એક્ઝિક્યુટીવનુ પદ સંભાળશે, તે સમયે તે મહિલા સીઈઓ ધરાવતી અમેરિકાની અત્યારસુધીની સૌથી મોટી બેન્ક બનશે. મહિલાની સીઈઓ પદે નિમણૂક કરવામાં મોટી બેન્કની તુલનામાં ટોચની કાર નિર્માતા કંપની અગ્રેસર રહી છે. 58 વર્ષીય મેરી બારા જનરલ મોટર્સના પ્રથમ સીઈઓ છે. 15 જાન્યુઆરી, 2014થી સીઈઓ પદે કંપનીની કમાન સંભાળી રહી છે.

પરંતુ થઈ શકે છે કે, જેન ફ્રેઝર વોલ સ્ટ્રીટની કોઈપણ બેન્કમાં ટોચના પદ પર કામ કરતી એકમાત્ર મહિલા નથી. કારણકે અટકળો છે કે, બેન્ક ઓફ અમેરિકાની ચીફ ઓપરેટિંગ ઓફિસર કેથી બેસેન્ટ અમેરિકાની ચોથી મોટી બેન્ક વેલ્સ ફારગોના ટોચ પદ માટે ઉમેદવાર થઈ શકે છે. તદુપરાંત જેમી ડિમોન પણ લાંબાસમયથી અમેરિકાની ટોચની બેન્ક જેપી મોર્ગન ચેજની ચેરમેન અને સીઈઓ છે. તેમના ઉત્તરાધિકારની દોડમાં 3 મહિલાઓ જેનિફર પિપ્સજેક, મેરી એર્ડોજ અને મેરિયન લેક વચ્ચે હરિફાઈ છે.

ફોર્ચ્યુન 500 કંપનીમાં સિટી ગ્રુપનુ 31મું રેન્કિંગ

કંપનીરેન્કિંગમહિલા સીઈઓકાર્યકાળ
જનરલ મોટર્સ18મેરી બારા2014
એન્થેમ29ગેલ બોઉડ્રેક્સ2017
સિટીગૃપ31જેન ફ્રેઝર2021
આઈબીએમ38વર્જિનિયા રોમેટી2012-20
યુપીએસ43કેરોલ ટોમ2020
પેપ્સીકો51ઈન્દ્રા નૂયી2016-18
આર્ચર ડેનિયલ્સ મિડલેન્ડ54પેટ્રિશિયા વોર્ટેજ2006-14
લોકહીડ માર્ટિન57મેરિલિન હેવસન2013-20
લ્યૂસેન્ટ-અલ્કાટેલ લ્યૂસેન્ટ74પેટ્રિશિયા રસો1999-08
બેસ્ટ બાય75કોરી બેરી2019-
અન્ય સમાચારો પણ છે...