• Gujarati News
  • Business
  • The Time Has Come For Organic Products, Not Value But Quality, To Be At The Forefront Of Organic Home Textile Products Globally.

સપ્તાહનો ખાસ ઇન્ટરવ્યૂ:જમાનો છે ઓર્ગેનિક પ્રોડક્ટનો, મૂલ્ય નહીં ગુણવત્તાને પ્રાધાન્ય તરફનો ટ્રેન્ડ, વૈશ્વિક સ્તરે ઓર્ગેનિક હોમ ટેક્સટાઇલ પ્રોડક્ટમાં ટોચ પર

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમી સાતા, ફાઉન્ડર- Amouve - Divya Bhaskar
અમી સાતા, ફાઉન્ડર- Amouve
  • ઓર્ગેનિક નિકાસમાં તેલંગાણા, MP-ગુજરાતના ખેડૂતો આગળ આવ્યા

કોરોના મહામારીએ જીવનશૈલીમાં મોટ બદલાવ લાવ્યો છે. ગ્રાહક વર્ગ ઓર્ગેનિક પ્રોડક્ટ તરફ ડાઇવર્ટ થવા લાગ્યો છે. દેશમાં છેલ્લા 4-5 વર્ષથી ઓર્ગેનિક કોટનનું ઉત્પાદન વધવા સાથે નિકાસમાં પણ વૈશ્વિક સ્તરે ટોચના સ્થાને પહોંચ્યા છીએ. માત્ર કોટનમાં જ નહીં ઓર્ગેનિક હોમ ટેક્સટાઇલનો વપરાશ સતત વધી રહ્યો છે. આગામી સમયમાં ઓર્ગેનિક એપરલ્સની પણ ઉપલબ્ધી બનશે તે દિવસો દૂર નથી તેમ અમૂવના ફાઉન્ડર અમી સાતાએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કરઃ ઓર્ગેનિક કોટન-પ્રોડક્ટની શરૂઆત ક્યારથી થઇ, શા માટે?
જવાબઃ ચીન બાદ ભારત કોટન ઉત્પાદનમાં બીજા ક્રમે છે, નિકાસમાં ટોચનું સ્થાન ધરાવે છે. હાઇબ્રીડ બીટી કોટન ઉત્પાદક ખેડૂતોએ વરસાદ પર ઉત્પાદનનો આધાર રાખવો પડે છે જ્યારે ઓર્ગેનિક કોટનમાં 90 ટકા પાણીની બચત થાય છે જંતુનાશક દવા તથા રાસાયણીક ખાતરનો વપરાશ થતો નથી. ભાવ વધુ મળે છે તેના કારણે દાયકાથી ઓર્ગેનિક ટ્રેન્ડ શરૂ થયો પરંતુ છેલ્લા 3-4 વર્ષમાં ઉત્પાદનનો ગ્રોથ બમણો રહ્યો છે. વૈશ્વિક સ્તરે ઓર્ગેનિક કોટનની નિકાસમાં ભારતનો હિસ્સો 60 ટકા રહ્યો છે.

દિવ્ય ભાસ્કરઃ ઉત્પાદન સાથે આંત્રપ્રિન્યોર બ્રાન્ડ્સ-પ્રોડક્ટ પર ફોકસ જરૂરી
જવાબઃ ઓર્ગેનિક પ્રોડક્ટનું ઉત્પાદન કુદકે ને ભૂસકે વધવા લાગ્યું છે પરંતુ તેની બાયો પ્રોડક્ટ અને બ્રાન્ડ પર ફોકસ કરવામાં આવે તે એટલું જ જરૂરી છે. ખેડૂતો ત્યારે જ ઓર્ગેનિક ઉત્પાદન તરફ ડાયવર્ટ થશે જ્યારે તેઓને તેમનું વળતર યોગ્ય માત્રામાં અને અન્ય કરતા વધુ મળે., દેશમાં નવા-નવા શરૂ થઇ રહેલા આંત્રપ્રેન્યોરે ઓર્ગેનિક કાચા માલમાંથી પ્રોડક્ટ ડેવલપ કરવા સાથે બ્રાન્ડ બનાવી વૈશ્વિક સ્તરે વેગ આપવાની જરૂર છે.

દિવ્ય ભાસ્કરઃ સૌ પ્રથમ હોમ ટેક્સટાઇલ જ શા માટે ? એપરલ્સમાં ક્યારે પ્રવેશ કરશો ?
જવાબઃ ઓર્ગેનિકમાં હોમ ટેક્સટાઇલનું માર્કેટ વૈશ્વિક સ્તરે મોટું છે લોકો એપરલ્સ કરતા સૌ પ્રથમ ઓર્ગેનિક કોટન બેડિંગ, ટુવાર, બેડશીટ, બ્લેન્કેટને વધુ પ્રાધાન્ય આપી રહ્યાં છે. દેશમાં બ્રાન્ડ્સ વિકસીત કર્યા બાદ હવે અમારુ ફોકસ વૈશ્વિક બજારોને સર કરવાનું છે જોકે, યુએસ, યુકે, કેન્યામાં માર્કેટ હિસ્સો હસ્તગત કરી લીધો છે હવે અન્ય દેશોમાં ઝડપી પ્રવેશ કરવાનો છે. એપરલ્સમાં આગામી વર્ષોમાં પ્રવેશ કરવાનું ફોકસ છે પરંતુ તેના વપરાશ અને ડિમાન્ડને ધ્યાનમાં રાખી મેન્યુફેક્ચરિંગમાં પ્રવેશ કરીશું.

દિવ્ય ભાસ્કરઃ એક હજારથી વધુ ખેડૂતો સાથે સીધું જોડાણ, ગુજરાતમાં શું સ્થિતિ ?
જવાબઃ દેશના 4-5 રાજ્યોમાં સીધા ખેડૂતો સાથે જોડાણ કર્યું છે જેમાં તેઓને ઓર્ગેનિક બિયારણ પૂરુ પાડવાથી પાકની કેવી રીતે દેખભાળ કરવી તેના ઉત્પાદનની તેમની પાસેથી જ ખરીદી કરવીથી માંડી તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડી રહ્યાં છીએ. દેશભરના 1000થી વધુ ખેડૂતો પાસેથી સીધું ઉત્પાદન મેળવી રહ્યાં છીએ. ગુજરાતમાં કચ્છમાં કાળા કપાસની શરૂઆત થઇ છે. ગુજરાતમાં આ કન્સેપ્ટ નવો નથી પરંતુ ખેડૂતો કોટનમાં હજુ પા..પા..પગલી ભરી રહ્યાં છે. ઓર્ગેનિકની વેલ્યુ સમજ આવશે ત્યારે આપો-આપ તે તરફ ડાઇવર્ટ થશે.

દિવ્ય ભાસ્કરઃ ફાર્મ ટુ ફેબ્રિક કન્સેપ્ટ કેટલો વાસ્તવિક છે ?
જવાબઃ અમારો આશય ફાર્મ ટુ ફેબ્રિકનો છે. મોટાભાગના ઉત્પાદકો જાણતા નથી કે તેમનો કપાસ ક્યાંથી આવે છે, ફક્ત એટલા માટે કે કપાસ ખરીદનાર વ્યક્તિ જિનર્સ-સ્પિનર્સ, વિવર્સ અને મેકઅપ માટે યાર્ન બનાવે છે તેનાથી અલગ છે. Amouve વચેટિયાઓને દૂર કરીને સીધા ખેડૂત સહકારીમાંથી તેના ઓર્ગેનિક કપાસનો સ્ત્રોત વિકસીત કરે છે.વધુ સારી ઉપજ અને પ્રીમિયમ સાથે આજીવિકા અને આરોગ્યનો સારો માર્ગ પૂરો પાડી રહ્યાં છીએ. કાચામાલથી તૈયાર પ્રોડક્ટ સુધીની અમારી સફર ખેડૂતોના જીવનમાં ચાર ચાંદ લાવશે.

દિવ્ય ભાસ્કરઃ ઓર્ગેનિકની પર્યાવરણ પર શું અસર થઇ રહી છે ? કેટલો ફાયદો ?
જવાબઃ ઓર્ગેનિક કપાસ એ જમીન પર ઉગાડવામાં આવે છે જે વનસ્પતિ પદાર્થો પશુપાલનને પણ ખવડાવવામાં આવે છે, બીટી કપાસથી વિપરીત છે રાસાયણિક જંતુનાશકોનો વપરાશ નથી. તેમજ ઓર્ગેનિક કપાસ પરંપરાગત કપાસ કરતાં 90% ઓછું પાણી વાપરે છે. 9952417 ગેલન પાણીની બચત કરી છે. અપુરતા વરસાદે પણ સારો પાક મેળવી શકાય છે. પર્યાવરણમાં પાણની બચત અત્યારે સૌથી મહત્વનું પાસું છે.

અન્ય સમાચારો પણ છે...