સિનેમા હોલના માલિક હોલની અંદર ખાણી-પીણીની વસ્તુઓને વેચવાના નિયમ નક્કી કરવા સંપૂર્ણ પણે હકદાર છે. સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતા આ વાત કહી. CJIએ કહ્યું, સિનેમા જોનારાઓ પાસે આ વસ્તુઓ ન ખરીદવાનો વિકલ્પ છે. કોર્ટે આ વાતનો પણ પુનરોચ્ચાર કર્યો કે, સિનેમા હોલમાં પીવાનું પાણી મફતમાં આપવાનું ચાલુ રાખવાનું રહેશે.
જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટનો નિર્ણય રદ
સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીર હાઇકોર્ટના નિર્ણયને રદ કર્યો છે, જેમાં મલ્ટિપ્લેક્સ અને મૂવી થિયેટરોમાં લોકોને પોતાનો ખાણી-પીણીનો સામાન લઈ જવા પરવાનગી આપવામાં આવી હતી. હાઈકોર્ટના 2018ના ચુકાદાને પડકારતી થિયેટર માલિકો અને મલ્ટિપ્લેક્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા દ્વારા દાખલ કરાયેલી અરજીઓની બેંચની સુનાવણી કોર્ટ કરી રહી હતી.
સિનેમા હોલ પ્રાઇવેટ પ્રોપર્ટી
CJI ચંદ્રચૂડ અને જસ્ટિસ નરસિમ્હાની બેંચે અરજી પર સુનાવણી કરી. બેંચે કહ્યું કે, સિનેમા હોલ પ્રાઇવેટ પ્રોપર્ટી છે અને જે અંતર્ગત નિયમો-શરતો લાગુ કરી શકે છે. કોર્ટે કહ્યું કે, કોઈ દર્શક સિનેમા હોલમાં પ્રવેશે છે, તો સિનેમા હોલના માલિકના નિયમોનું પાલન કરવાનું રહેશે. મલ્ટિપ્લેક્સમાં ખાવાનું વેચવું કોમર્શિયલ મામલો છે.
પોપકોર્નનો ભાવ લગભગ 340-490 રૂપિયા
BOOKMYSHOW એપ અનુસાર, ગુરુગ્રામમાં એમ્બિયન્સ મોલ અને સિટી સેન્ટરમાં, PVR પર પોપકોર્નનો ભાવ સ્વાદ અને ટેસ્ટના આધારે લગભગ 340-490 રૂપિયા છે. જ્યારે પેપ્સીનો ભાવ લગભગ 330-390 છે. બીજી તરફ બેંગલુરુમાં ફિનિક્સ માર્કેટસિટી મોલમાં PVRમાં પોપકોર્નની કિંમત 180-330 રૂપિયા છે.
PVRના ચેરમેન અને એમડી અજય બિજલીના જણાવ્યા અનુસાર, હોલમાં ખાદ્યપદાર્થો અને પીણાનો બિઝનેસ હવે રૂ. 1,500 કરોડનો થઈ ચૂક્યો છે. સતત વધી રહેલા ખર્ચને કારણે, PVR જેવી મૂવી થિયેટર કંપનીઓને ખાદ્યપદાર્થો અને પીણાના ખર્ચ ઊંચા રાખવાની ફરજ પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.