• Gujarati News
  • Business
  • Investors In The Stock Market Lost More Than The Rupee Earned By The Government From Petrol diesel In 3 Years In A Single Day.

બજારમાં ‘Ishq’ નહીં ‘Risk’ છે:સરકારે 3 વર્ષમાં પેટ્રોલ-ડીઝલમાંથી જેટલા રૂપિયાની કમાણી કરી એનાથી વધારે શેરબજારમાં રોકાણકારોએ એક દિવસમાં જ ગુમાવ્યા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
(પ્રતીકાત્મક તસવીર) - Divya Bhaskar
(પ્રતીકાત્મક તસવીર)
  • ત્રણ નાણાકીય વર્ષમાં પેટ્રોલ-ડીઝલમાંથી રૂપિયા 8.02 લાખ કરોડની કમાણી થયેલી, જ્યારે સોમવારે શેરબજારમાં રોકાણકારોએ રૂપિયા 9 લાખ કરોડ ગુમાવ્યા
  • 19 ઓક્ટોબર,2021ના રોજ શેરબજાર 62 હજારની સપાટીએ પહોંચેલું, જ્યાંથી અત્યાર સુધીમાં 6,500 પોઇન્ટનો ઘટાડો થઈ ચુક્યો છે

છેલ્લા દોઢ વર્ષમાં ભારતીય શેરબજારમાં રોકાણકારોને સારું વળતર મળ્યું છે. કોરોના કાળમાં આર્થિક મોરચે કપરા ચઢાણ વચ્ચે પણ માર્ચ-2020 બાદથી ભારતીય શેરબજારોમાં મજબૂત તેજીનો માહોલ જોવા મળેલો. પણ લગભગ છેલ્લા એક મહિનાથી માર્કેટ સેન્ટિમેન્ટ નેગેટિવ થયું છે. સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે શેરબજારમાં એટલો સાર્વત્રિત ઘટાડો થયેલો કે જેને પગલે રોકાણકારોના ઈન્વેસ્ટમેન્ટમાં જંગી ધોવાણ થઈ ગયું. રોકાણકારોની સંપત્તિમાં એક દિવસમાં રૂપિયા 9 લાખ કરોડ સ્વાહા...થઈ ગયા. બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારોની મૂડીમાં રૂપિયા 9 લાખ કરોડનું ધોવાણ થઈ ગયું.

શેરબજારમાં 1189 પોઇન્ટનો ઘટાડો એ એપ્રિલ-2021 બાદ સૌથી મોટો કડાકો હતો. ગયા સપ્તાહે કેન્દ્ર સરકારે સંસદમાં માહિતી આપેલી કે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન પેટ્રોલ તથા ડીઝલ પર લાદવામાં આવેલા કરવેરાથી તેને આશરે રૂપિયા 8.02 લાખ કરોડની કમાણી થઈ છે.

ત્રણ નાણાકીય વર્ષમાં પેટ્રોલ-ડીઝલમાંથી રૂપિયા 8.02 લાખ કરોડની કમાણી
સરકારને પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સથી નાણાકીય વર્ષ 2020-21માં રૂપિયા 3.71 લાખ કરોડની કમાણી થઈ હતી. એટલે કે સરાકરે છેલ્લા ત્રણ વર્ષમાં પેટ્રોલ-ડીઝલમાંથી જેટલી કમાણી કરી છે તેના કરતાં વધારે પૈસા સોમવારે શેરબજારમાં આવેલા ઘટાડાને લીધે રોકાણકારોના નાણાંનું ધોવાણ થઈ ગયું હતું. એટલે કે સરકારને છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં પેટ્રોલ-ડીઝલના વેચાણમાંથી રૂપિયા 8.02 લાખ કરોડની કમાણી થઈ હતી, જ્યારે સોમવારે શેરબજારમાં મંદીને પગલે રોકાણકારોના રૂપિયા 9 લાખ કરોડનું ધોવાણ થઈ ગયું.

19 ઓક્ટોબરથી ઘટી રહ્યું છે શેરબજાર
19 ઓક્ટોબર,2021ના રોજ શેરબજાર 62 હજારની સપાટીએ પહોંચ્યું હતું. જ્યારે નિફ્ટીએ 16,600 સપાટી કૂદાવી હતી. પણ ત્યારબાદ શેરબજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અત્યાર સુધીમાં તેના સર્વોચ્ચ લેવલથી 6,500 પોઇન્ટ ગગડી ચુક્યો છે. ભારતીય શેરબજારમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPI) સતત વેચવાલી કરી રહ્યું છે. FPIએ ગત સપ્તાહમાં રૂપિયા 10,452.27 કરોડની જંગી વેચવાલી કરી હતી.

મોડી રાત્રે વૈશ્વિક બજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો
વૈશ્વિક બજારોમાં ભારે મંદીનો માહોલ જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 624.08 પોઇન્ટ એટલે કે 1.76 ટકા, એસએન્ડપી-500 એ 75 પોઇન્ટ એટલે કે 1.61 ટકા,
બ્રાઝિલનો બોવેસ્પા સ્ટોક ઈન્ડેક્સ 3,481 પોઇન્ટ એટલે કે 3.22 ટકા ગગડેલા જોવા મળ્યા હતા.