તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • The Stock Market Is Expected To Open Higher On Wednesday Following The Announcement Of A Major Relief Package By The Prime Minister

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્કેટ:પ્રધાન મંત્રી દ્વારા મોટા રાહત પેકેજની જાહેરાત બાદ બુધવારે શેર બજાર ઊંચા મથાળે ખુલે તેવી અપેક્ષા

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બજાર નિષ્ણાતોના મતે આ પેકેજથી માર્કેટનું સેન્ટિમેન્ટમાં સુધારો થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોનાના કારણે નબળા પડેલા અર્થતંત્રને ફરી ઉપર લાવવા માટે રૂ. 20 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. આ જાહેરાતની ભારતીય સ્ટોક માર્કેટ પર પોઝીટીવ અસર રહેવાની ધારણા છે. સ્ટોક બ્રોકર્સ અને બજાર સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે, આજની જાહેરાતથી બજારમાં એક નવો વિશ્વાસ આવશે જેથી ઇન્વેસ્ટમેન્ટ  વધી શકે છે. માર્કેટ નિષ્ણાતો મને છે કે બજાર વધારા સાથે ખુલશે અને દિવસ દરમિયાન તેજી તરફી માહોલ રહી શકે છે.
બજાર ઉચા મથાળે ખુલી શકે છે
અમદાવાદના અગ્રણી  બ્રોકર જયદેવસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, સરકારની આજની જાહેરાત બાદ બજારમાં પોઝીટીવ સેન્ટીમેન્ટ ઉભું થયું છે તે જોતા આવતી કાલે સ્ટોક માર્કેટમાં તેજી રહેવાની સંભાવના છે. સેન્સેક્સ 300-500 પોઈન્ટના વધારા સાથે ખુલી શકે છે. જોકે, નાણામંત્રી કેવા પ્રકારની જાહેરાત કરશે તેના આધારે આગળના દિવસોમાં રીએક્શન જોવા મળી શકે છે.

બજાર પોઝીટીવ રિસ્પોન્સ આપે તેવી ધારણા
લક્ષ્મીશ્રી સ્ટોક બ્રોકિંગના ગુજરાતના હેડ વિરલ મહેતાએ જણાવ્યું કે, આ પેકેજ માર્કેટની ધારણા કરતા મોટું છે અને ચોક્કસ પણે તેનું પોઝીટીવ રીએક્શન આવશે. આ જાહેરાત બાદ બુધવારે બજારમાં 500 પોઈન્ટ્સનો ઉછાળો થવાની ધારણા છે. આ સિવાય આવતા દિવસોમાં સરકારનું આ પેકેજ ક્યાં સેકટરને લાભકર્તા સાબિત થશે તેના આધારે પણ સેક્ટર મુજબ રોકાણ વધવાની ધારણા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો