તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • The Stock Market Closed 144 Points Higher Amid Heavy Volatility, With Bank Stocks Surging And RIL Stocks Crashing Nearly 9 Per Cent.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્કેટ સેન્ટીમેન્ટ:શેરબજાર ભારે વધઘટ વચ્ચે 144 પોઇન્ટ સુધરી બંધ આવ્યું, બેન્ક શેરોમાં ભારે તેજી, RILના શેરોમાં આશરે 9 ટકાનો કડાકો

6 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભારતીય શેરબજારમાં સપ્તાહની શરૂઆતમાં ભારે વધઘટનો માહોલ જોવા મળ્યો હતો. અગ્રણી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ ગત શુક્રવારે પરિણામો રજૂ કર્યા બાદ આજે તેના શેરની કિંમત પર રિએક્શન જોવા મળ્યું હતું અને શેરનો ભાવ આશરે 9 ટકા ગગડ્યો હતો. જોકે બેન્કિંગ સેક્ટરના શેરોમાં ધૂમ ખરીદદારીને પગલે માર્કેટ સેન્ટીમેન્ટ સુધારા સાથે બંધ રહેવામાં સફળ રહ્યું હતું. BSE સેન્સેક્સ ઈન્ટ્રા-ડે લો 39,334.92 અને ઈન્ટ્રા-ડે હાઈ 39,968.03 બોલાઈ છેલ્લે 143.51 પોઇન્ટ અથવા 0.36 ટકા સુધારા સાથે 39,757.58 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 26.75 પોઇન્ટ એટલે કે 0.23 ટકા વધી 11,669.15 રહ્યો હતો. બેન્કેક્સ 1,142.59 પોઇન્ટ અથવા 4.17 ટકા વધ્યો હતો. આ સેક્ટરમાં HDFC, HDFC બેન્ક, એક્સિસ બેન્ક, SBIના શેરોમાં મોટાપાયે ખરીદીનો ટેકો મળ્યો હતો.

સેન્સેક્સ પેકની 30 પૈકી 20 કંપનીના શેરોમાં તેજી જ્યારે 10 કંપનીમાં મંદીનો માહોલ જોવા મળતો હતો. બેન્કિંગ સેક્ટર ઉપરાંત ભારતી એરટેલ, બજાજ ફાયનાન્સ, NTPCના શેરોમાં પણ વ્યાપક ખરીદી જોવા મળી હતી. જ્યારે સૌથી વધારે ઘટાડો નોંધાવનાર શેરોમાં રિલાયન્સ ઉપરાંત HCL ટેક, TCS, એશિયન પેઇન્ટ, TATA સ્ટીલ, બજાજ ઓટોના શેરોનો સમાવેશ થતો હતો.

અમેરિકામાં આ સપ્તાહે રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીના પરિણામો આવવાના હોવાથી બજાર વર્ગ વિશેષ ધ્યાન આપી રહ્યો છે. ખાસ કરીને IT સેક્ટરમાં રોકાણકારો કામકાજને લઈ થોભો અને રાહ જુઓનું વલણ અપનાવ્યું છે. શેરબજાર ભલે સુધારા સાથે બંધ રહેવામાં સફળ રહ્યું હોય પણ માર્કેટ સેન્ટીમેન્ટ તદ્દન મંદીમય હતો. BSE ખાતે કુલ ટ્રેડેડ 2811 સ્ક્રીપ પૈકી ફક્ત 1,099 કંપનીના શેરમાં તેજી હતી જ્યારે 1,563 સ્ક્રીપના ભાવમાં મંદી જોવા મળતી હતી. જોકે 149 સ્ક્રીપના ભાવ સ્થિર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો