• Gujarati News
  • Business
  • The Share Of Retail Loans Like Housing, Auto personal Loans Increased From 25% To Over 30% In 5 Years.

ભાસ્કર એનાલિસિસ:હાઉસિંગ,ઓટો-પર્સનલ લોન જેવી રિટેલ લોનનો હિસ્સો 5 વર્ષમાં 25%થી વધીને 30% થી ઉપર પહોંચ્યો

નવી દિલ્હી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોમુરા, ક્રિસિલ, મોતીલાલ સિક્યોરિટીઝ જેવી એજન્સીઓએ સરવે કર્યો

વૈશ્વિક સ્તરે સતત વધી રહેલી મોંધવારીને કાબુમાં લેવા માટે છેલ્લા કેટલાક મહિનામાં વ્યાજદરમાં સતત વધારો થવા છતાં રિટેલ લોનની માંગ મજબૂત રહી છે અને આગામી સમયમાં માગ વધુ વધશે તેવો નિર્દેશ નોમુરા, મોતીલાલ સાવલ સિક્યોરિટીઝ અને ક્રિસિલ જેવી એજન્સીઓએ દર્શાવ્યો છે. ખાસકરીને હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન જેવી રિટેલ લોન ઓછામાં ઓછા આગામી છ મહિના સુધી ઝડપી ગતિએ વધવાની અપેક્ષા છે. મોતીલાલ સાવલ સિક્યોરિટીઝના બેન્કિંગ વિશ્લેષકોના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2018 સુધીની કુલ લોનમાં છૂટક લોનનો હિસ્સો લગભગ 25% હતો.

આ આંક અત્યારે 30%ને વટાવી ગયો છે અને ઓછામાં ઓછા આગામી બે ક્વાર્ટર સુધી વધશે તેમજ આ ટ્રેન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. હાઉસિંગ અને વાહનોની મજબૂત માંગ વચ્ચે સામાન્ય ખર્ચ માટે વ્યક્તિગત લોનની માંગમાં વધારો થયો છે. બેંક ઓફ બરોડાના ચીફ ઈકોનોમિસ્ટ મદન સબનવીસે જણાવ્યું હતું કે લોન રેટ સીધો રેપો રેટ સાથે જોડાયેલા છે,જે વધી રહ્યો છે.

ગ્રાહક સેન્ટિમેન્ટ ઉત્સાહિત, ક્રેડિટ કાર્ડનો ખર્ચ 47% વધ્યો
અંતિમ ક્વાર્ટરમાં એક્સિસ બેન્કની રિટેલ લોન બુકમાં 22%નો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખર્ચમાં 47%નો વધારો થયો હતો. આ દેશમાં ઉત્કૃષ્ટ ગ્રાહક સેન્ટિમેન્ટની નિશાની છે તેમ એક્સિસ બેન્કના ગ્રુપ એક્ઝિક્યુટિવ અને હેડ સુમિત બાલીએ જણાવ્યું હતું કે અમે તાજેતરના મહિનાઓમાં રિટેલ લોનની મજબૂત માગ જોઈ છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે આ વલણ આગામી મહિનાઓમાં ચાલુ રહેશે, માત્ર એક્સિસ બેંકમાં જ નહીં, પરંતુ સમગ્ર બેંકિંગ ઉદ્યોગમાં મજબૂત ગ્રોથનો અંદાજ છે. બેન્કિંગ સેક્ટરનો ગ્રોથ જળવાઇ રહેશે.

માર્ચ સુધીમાં હોમ લોનનો દર 9 ટકાથી વધી શકે
કોટક મહિન્દ્રા બેંકના ગ્રૂપ પ્રેસિડેન્ટ અને કન્ઝ્યુમર બેંકિંગ હેડ વિરાટ દીવાનજીના જણાવ્યા અનુસાર, આવતા વર્ષે માર્ચ સુધીમાં રેપો રેટ વર્તમાન 5.9% થી વધીને 6.5% થઈ શકે છે. આવી સ્થિતિમાં હોમ લોનના વ્યાજ દર 9% થી વધી શકે છે. તેનાથી હોમ લોન બિઝનેસને અમુક અંશે અસર થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...