ભારતીય ઈક્વિટી બજારમાં વિદેશી ફંડ્સની માલિકી માર્ચમાં ઘટી 19.5 થઈ છે. એનએસઈ500 કંપનીઓની વેલ્યૂ 619 અબજ ડોલર થવા સાથે વિદેશી ફંડ્સની માલિકી પ્રિ-કોવિડ સ્તરથી ઘટી છે. એફપીઆઈનો હિસ્સો માર્ચ 2022માં 19.5 ટકાના ઘટાડા સાથે 3 વર્ષના તળિયે પહોંચ્યો છે. અગાઉ માર્ચ,2019માં 19.3 ટકા હતો.
વાર્ષિક ધોરણે વિદેશી રોકાણકારોનો હિસ્સો 21.2 ટકા રહ્યો હતો. વોલ સ્ટ્રીટ બ્રોકરેજ બેન્ક ઓફ અમેરિકા સિક્યુરિટીઝ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, ઈક્વિટી બજારોમાં ડિસેમ્બર, 2017માં વિદેશી ફંડ્સની માલિકી 18.6 ટકાના પાંચ વર્ષના તળિયે હતી. જે ડિસેમ્બર, 2021માં વધી 21.4 ટકા થઈ હતી.
વિદેશી રોકાણકારોની મોટાપાયે વેચવાલીને ટેકો સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ આપ્યો છે. જેઓમાં માર્ચમાં 6 અબજ ડોલરના રોકાણ સાથે વર્ષ દરમિયાન કુલ 14.6 અબજ ડોલરનું રોકાણ કર્યુ હતું. 2020માં 23 અબજ ડોલર અને 2021માં 3.7 અબજ ડોલરનું રોકાણ કર્યા બાદ વિદેશી રોકાણકારોએ 2021-22માં 15.7 અબજ ડોલરની વેચવાલી દર્શાવી હતી.
એનર્જી સ્ટોક્સમાં વિદેશી રોકાણકારોનું વર્ચસ્વ વધુ
વિદેશી રોકાણકારોએ સૌથી વધુ રોકાણ એનર્જી સ્ટોક્સમાં કર્યુ છે. વિદેશી રોકાણકારોના કુલ રોકાણ 619 અબજ ડોલરના 16.2 ટકા રોકાણ એનર્જી શેર્સમાં જ્યારે 14.8 ટકા રોકાણ આઈટી શેર્સમાં જોવા મળ્યુ છે. કોમ્યુનિકેશન સર્વિસિઝમાં 4 ટકા હિસ્સો રહ્યો હતો. એકંદરે ફંડ ફાળવણીમાં ફાઈનાન્સિયલ સેગમેન્ટમાં 31.4 ટકા રોકાણ જોવા મળ્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.