સતત ઘટાડો:ઈક્વિટી બજારમાંથી વિદેશી રોકાણનો હિસ્સો 6% ઘટ્યો

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય ઈક્વિટી બજારમાંથી વિદેશી રોકાણનો હિસ્સો સતત ઘટી રહ્યો છે. જાન્યુઆરી-માર્ચ દરમિયાન એફપીઆઇ હોલ્ડિંગ ત્રિમાસિક ધોરણે 6 ટકા ઘટી 612 અબજ ડોલર નોંધાયું છે. મોર્નિંગસ્ટારના અહેવાલ અનુસાર, ઇક્વિટી માર્કેટમાં આવેલા કરેક્શન તેમજ વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલીને કારણે FPI હોલ્ડિંગ સતત ઘટી રહ્યુ છે.

ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં 654 અબજ ડોલર એફપીઆઈ હોલ્ડિંગ હતું. માર્ચ 2021 દરમિયાન ભારતીય ઇક્વિટી માર્કેટમાં એફપીઆઈ રોકાણ 552 અબજ ડોલર હતું. પરિણામે, ભારતીય ઇક્વિટી માર્કેટકેપમાં એફપીઆઈનું યોગદાન ઘટી 17.8 ટકા રહ્યું હતું જે અગાઉ 18.3 ટકા હતું. વિદેશી રોકાણમાં ઓફશોર મ્યુચ્યુઅલ ફંડ મહત્વનો ભાગ ભજવે છે. તદુપરાંત ઓફશોર ઈન્સ્યોરન્સ કંપનીઓ, હેજ ફંડ્સ, અને સોવરિન વેલ્થ ફંડ્સ દ્વારા પણ મોટાપાયે રોકાણ થાય છે.

માર્ચ ત્રિમાસિકગાળામાં એફપીઆઈ દ્વારા 14.59 અબજ ડોલરની વેચવાલી થઈ હતી. ડિસેમ્બર, 2021થી વિદેશી રોકાણકારો ભારતીય શેર બજારમાંથી પ્રોફિટ બુકિંગ શરૂ કર્યુ હતું. રશિયા-યુક્રેન યુદ્ધ, ફેડ સહિત વિશ્વની અન્ય સેન્ટ્રલ બેન્કો દ્વારા વ્યાજ વધારો કરવામાં આવતાં વિદેશી રોકાણકારોએ સાવધાનીનું વલણ અપનાવ્યું હતું. ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી એફપીઆઈએ 18 અબજ ડોલરની વેચવાલી દર્શાવી છે.

વિદેશી રોકાણ ઘટવા પાછળના કારણો

  • યુએસ ફેડ દ્વારા વ્યાજમાં વધારો
  • રશિયા-યુક્રેન યુદ્ધના કારણે મોંઘવારીમાં વૃદ્ધિ
  • ડોલર સામે રૂપિયો નબળો પડ્યો
અન્ય સમાચારો પણ છે...