• Gujarati News
  • Business
  • The Share Of Chinese Smartphones In The Indian Market Fell By 9%, Smartphone Sales Fell By 51% Year On Year

બહિષ્કાર:ભારતીય બજારમાં ચાઈનીઝ સ્માર્ટફોનનો હિસ્સો 9% ઘટ્યો, સ્માર્ટફોનનું વેચાણ વાર્ષિક ધોરણે 51% જેટલું ઘટ્યું

નવી દિલ્હી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ભારતીય બજારમાં ચાઇનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ્સની હિસ્સેદારી એપ્રિલથી જૂન સુધીના ત્રિમાસિક ગાળામાં 9% ઘટીને 72% થઇ છે, જે તેની અગાઉના ત્રિમાસિક ગાળામાં 81% હતી. આનું સૌથી મોટું કારણ ચીન સાથે ગલવાન ખીણમાં વિવાદ બાદ ઉગ્ર બનેલી ચીનવિરોધી લાગણી મનાય છે. રિસર્ચ કંપની કાઉન્ટરપોઇન્ટના રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે.

રિપોર્ટ મુજબ, દેશના સ્માર્ટફોન માર્કેટ પર ઓપ્પો, વીવો અને રિયલમી જેવી ચાઇનીઝ બ્રાન્ડ્સનો દબદબો છે પણ હવે તેમની હિસ્સેદારી ઘટી રહી છે. એપ્રિલથી જૂન સુધીના ત્રિમાસિકગાળામાં દેશમાં સ્માર્ટફોનનું વેચાણ વાર્ષિક ધોરણે 51% ઘટીને 1.8 કરોડ યુનિટથી થોડું વધારે રહ્યું.

કાઉન્ટરપોઇન્ટના રિસર્ચ એનાલિસ્ટ શિલ્પી જૈને કહ્યું કે ઓપ્પો, વીવો અને રિયલમી જેવી મુખ્ય ચાઇનીઝ બ્રાન્ડ્સના સપ્લાયને અસર થઇ છે. સાથે જ દેશમાં ચીનવિરોધી લાગણી મજબૂત થઇ તેની અસર પણ પડી છે.