તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • The Second Wave Will Be More Damaging For The Entertainment Industries, It Will Take Time For The Situation To Improve

કોરોના ઈફેક્ટ:મનોરંજન ઇન્ડસ્ટ્રીઝ માટે બીજી લહેર વધુ નુકસાનકર્તા સાબિત થશે, સ્થિતિ સુધરતા સમય લાગશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષથી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને મોટી નુકસાની છે. તેની સામે ઓટીટી પ્લેટફોર્મ દ્વારા કમાણીની તકનું સર્જન થયું છે. ગતવર્ષે દિવાળી બાદ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ધીમી ગતીએ રિકવરી થવાનું શરૂ થયું હતું પરંતુ ફરી ફેબ્રુઆરી અંતથી કોરોનાની બીજી લહેરના કારણે અત્યારે મોટા પાયે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખાસકરીને મલ્ટીપ્લેક્સ સેગમેન્ટમાં બીજા નાણાંકિય વર્ષમાં ઓપરેટિંગ ખોટનો સામનો કરવો પડે તેવી સ્થિતી છે. સરકાર દ્વારા પ્રતિબંધોના કારણે હજુ આગામી બે-ત્રણ માસ સુધી ઇન્ડસ્ટ્રીઝ શરૂ થાય તેવી સ્થિતીમાં નથી. ઓટીટી પ્લેટફોર્મમાં કોરોના પછી બમણો ગ્રોથ જોવા મળ્યો છે. આગામી પાંચ વર્ષમાં આ સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 20-25 ટકાનો ગ્રોથ જોવા મળે તેવી સંભાવના છે.

ઓટીટી પ્લેટફોર્મ પર સૌથી વધુ ક્રેઝ રિઝ્યોનલ ભાષાનો રહેલો છે. છેલ્લા કેટલાક સમયથી નેટફ્લિક્સ, હોટસ્ટાર, સોની લાઇવ, પ્રાઇમ વિડિયો ધૂમ મચાવી રહ્યાં છે. ગયા વર્ષે લોકડાઉનથી એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રે સૌથી ખરાબ અસર નોંધાવી હતી. ચાલુ ક્વાર્ટરમાં 18-22% ઓપરેટિંગ નફાની દ્રષ્ટિએ બ્રેકવેન સ્તર સુધી પહોંચવાની ધારણા હતી. અનુક્રમે, કબજામાં છેલ્લા ત્રિમાસિક ગાળામાં 12 થી 13% બમણો થયો-દક્ષિણ ભારતમાં તે ફરીથી 22-25% પર ઉંચો જોવા મળ્યો હતો. જોકે, સેક્ટરમાં પુન:રિવકરી 2023 પહેલા જોવા મળે તેવી સંભાવના નહિંવત્ છે

અન્ય સમાચારો પણ છે...