શેરબજાર / અમેરિકા-ચીન ટ્રેડ વોર અને ક્રુડની કિંમત વધવાથી રૂપિયો 26 પૈસા ઘટ્યો

The rupee depreciated by 26 paise to US-China trade war and crude prices
X
The rupee depreciated by 26 paise to US-China trade war and crude prices

  • સોમવારે સવારે ડોલરની સરખામણીએ રૂપિયાની કિંમત 70.18 પૈસા પહોંચી
  • શુક્રવારે શેરબજાર બંધ થવા પર રૂપિયાની કિંમત 69.92 પૈસા હતી

Divyabhaskar.com

May 13, 2019, 04:43 PM IST

મુંબઈઃ અમેરિકા-ચીનની વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોર અને ક્રુડની કિંમતોમાં થયેલા વધારાને કારણે રૂપિયા પર ખરાબ પસાર થઈ છે. સોમવારે સવારે શેરબજાર ખુલ્યુ ત્યારે ડોલરની સરખામણીમાં રૂપિયાની કિંમત 70.16 પૈસા હતી. થોડા સમય બાદ તેમાં વધુ ઘટાડો જોવા મળ્યો અને તે 70.18 પૈસા સુધી પહોંચી ગયો. રૂપિયાની કિંમતમાં કુલ 26 પૈસાનો ઘટાડો થયો, કારણ કે શુક્રવારે જયારે બજાર બંધ થયું હતું ત્યારે રૂપિયાની કિંમત 69.92 પૈસા હતી.

ટ્રમ્પના ટ્વીટ બાદ બજારમાં હલચલ

અમેરિકા-ચીનની વચ્ચે શુક્રવારે થયેલી મિટિંગ બાદ રવિવારે ટ્રમ્પે ટ્વિટ કર્યું, તેનાથી બજાર પર પ્રતિકુળ અસર પડી. ટ્રમ્પે ચીનથી આવનાર તમામ સામાનો પર ટેરિફ વધારી દીધું હતું.

મિટિંગ શરૂ થતા પહેલા ટ્રમ્પ 200 અબજ ડોલરના ચીનના સામાન પર ટેરિફને 10 ટકાથી વધારીને 25 ટકા કરી ચુક્યું હતું. મિટિંગમાંથી કોઈ પરિણામ ન આવ્યું તો રવિવારે તેમણે ચીનમાંથી આવનારી 300 અબજ ડોલરના અન્ય સામાનો પર પણ એટલું જ ટેરિફ વધારવાની જાહેરાત કરી છે.

સૂત્રોનું કહેવું છે કે આર્થિક મામલામાં જયાં અમેરિકા વિશ્વની સૌથી મોટી તાકાત છે, તો ચીન બીજા નંબર પર છે. બંને વચ્ચે ચાલી રહેલા વિવાદથી સમગ્ર વિશ્વના બજારો પર અસર થાય છે.  ભારત પણ તેનાથી અછુત નથી.

બીજી તરફ ઈન્સ્ટીટયુશનલ ઈન્વેસ્ટર્સે ભારતીય બજારમાંથી 1245.14 કરોડ રૂપિયા બહાર નીકાળી લીધા હતા. શુક્રવારના ડેટા જણાવે છે કે ફોરેન કરન્સી બજારમાંથી જવાની ઉલટી અસર પણ રૂપિયા પર પડી છે. ક્રુડની કિંમતમાં પણ સોમવારે આ વધારે જોવા મળ્યો હતો. ક્રુડની કિંમતમાં 27 ટકા વધીને 70.81 ડોલર પ્રતિ બેરલે પહોંચી છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી