• Home
  • Business
  • The recovery in the rupee breaks the rapid rise in gold, silver price hike

કોમોડિટી / રૂપિયામાં રિકવરીથી સોનામાં ઝડપી તેજીને બ્રેક, ચાંદી વધી

The recovery in the rupee breaks the rapid rise in gold, silver price hike
X
The recovery in the rupee breaks the rapid rise in gold, silver price hike

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 04:00 AM IST

અમદાવાદ. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયામાં ઝડપી રિકવરી જોવા મળી છે. આજે વધુ 7 પૈસાની મજબૂતી સાથે રૂપિયો મજબૂત બની 75.51 રહ્યો છે. ગત સપ્તાહે રૂપિયો 76ની સપાટી ઉપર ક્વોટ થતો હતો જેમાં સુધારો થવાના કારણે સ્થાનિક બજારમાં સોના-ચાંદીમાં ઝડપી તેજી અટકી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1780-1785 ડોલરની રેન્જમાં અથડાઇ રહ્યું છે. જ્યારે ચાંદી 18.10 ડોલર ક્વોટ થતી હતી.

સ્થાનિક બજારમાં અમદાવાદ ખાતે સોનામાં રૂ.200નો નજીવો સુધારો થઇ 50200 બોલાતું હતું જ્યારે ચાંદી નજીવી વધી 49000 ક્વોટ થઇ રહી છે. વૈશ્વિક બેન્કોના જાહેર થઇ રહેલા સ્ટીમ્યુલસ પેકેજ પણ કારણભૂત છે. ગોલ્ડની હાજર માંગની તુલનાએ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં રોકાણકારોનું બાઇંગ જળવાયેલું રહ્યું છે.આંતરરાષ્ટ્રીય બજારમાં ફંડામેન્ટલ એનાલિસ્ટો તેજી તરફી દર્શાવી રહ્યાં છે. કોરોના મહામારી અને ટ્રેડવોર વધુ વકરશે તો અન્ય રોકાણ એસેટ્સની તુલનાએ બૂલિયન માર્કેટમાં તેજીનો ટોન જળવાયેલો રહેશે. જ્વેલરીમાં વેપારો સાવ ઠંડા રહ્યાં છે.

ક્રૂડમાં દૈનિક 2-3 ડોલરની મૂવમેન્ટ
ક્રૂડઓઇલમાં માગ સામાન્ય છે જોકે, ઉત્પાદન કાપના કારણે મંદીને બ્રેક લાગી છે. બ્રેન્ટ ક્રૂડમાં દૈનિક ધોરણે હવે 2-3 ડોલરની મૂવમેન્ટ સામાન્ય બની છે. આજે બ્રેન્ટ ક્રૂડ ફરી મજબૂત બની 41 ડોલર ઉપર જ્યારે ડબલ્યુટીઆઇ 39.17 ડોલર ક્વોટ થતું હતું. ચીનની માગ ઠંડી હોવાથી અને ક્રૂડનો સ્ટોક સતત વધી રહ્યો હોવાથી એનાલિસ્ટો ક્રૂડમાં ઝડપી તેજી નકારી રહ્યાં છે. એમસીએક્સ વાયદામાં પણ બે તરફી ચાલ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી