તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • The RBI Will Transfer Rs 99,122 Crore To The Central Government, With Approval From The Central Bank's Board

કોરોનામાં મોટી રાહત:RBI કેન્દ્ર સરકારને 99,122 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે, કેન્દ્રીય બેન્કના બોર્ડમાંથી મળી મંજૂરી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • RBI ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતમાં બોર્ડે ટ્રાન્ઝેક્શન પીરિયડ માટે કેન્દ્રીય બેન્કના વાર્ષિક રિપોર્ટ અને ખાતાઓની મંજૂરી આપી

ગત નાણાંકીય વર્ષ 2020-21ના નવ મહિનાના એકાઉન્ટિંગ પીરિયડ માટે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)એ કેન્દ્ર સરકારને 99,122 કરોડ રૂપિયાનું સરપ્લસ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારને સરપ્લસ ટ્રાન્સફર કરવાનો નિર્ણય RBIના નિર્દેશકોની કેન્દ્રીય બોર્ડની બેઠકમાં લેવામાં આવ્યો છે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગથી થઈ હતી. બેઠકમાં RBI બોર્ડે વર્તમાન આર્થિક પરિસ્થિતિઓ, ઘરેલુ તથા વૈશ્વિક પડકારો અને કોરોનાની બીજી લહેરના પગલે અર્થવ્યવસ્થા પર પડનારા પ્રભાવોને ઓછા કરવા માટે કેન્દ્રીય બેન્કે લીધેલા પગલાઓની પણ સમીક્ષા કરી હતી.

RBIના એકાઉન્ટિંગ વર્ષમાં થયો છે ફેરફાર
રિઝર્વ બેન્કનું એકાઉન્ટિંગ વર્ષ સામાન્ય રીતે જુલાઈ-જૂન હોય છે. જોકે તેમાં ફેરફાર કરીને તેને એપ્રિલ-માર્ચ કરી દેવામાં આવ્યું છે. આ કારણે બોર્ડે આ વખતે નાણાંકીય વર્ષ 2020-21ના નવ મહિના(જુલાઈ 20220- માર્ચ 2021)ના ટ્રાન્ઝેક્શન પીરિયડમાં કેન્દ્રીય બેન્કની કાર્યપ્રણાલી પર વિચાર કર્યો. RBI ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતમાં બોર્ડે ટ્રાન્ઝેક્શન પીરિયડ માટે કેન્દ્રીય બેન્કના વાર્ષિક રિપોર્ટ અને ખાતાઓની મંજૂરી આપી. બોર્ડે કોન્ટિજન્સી રિસ્ક બફરને 5.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લેતા નવ મહીના(જુલાઈ 2020-માર્ચ 2021)ના સમય માટે 99,122 કરોડ રૂપિયાના સરપ્લસને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે.

બેઠકમાં આ લોકો હાજર હતા
RBI બોર્ડની આ બેઠકમાં કેન્દ્રીય બેન્કના ડેપ્યુટી ગવર્નર મહેશ કુમાર જૈન, માઈકલ દેબબ્રતા પાત્રા, એમ રાજેશ્વર રાવ, ટી રાબી શંકર હાજર રહ્યાં હતા. આ સિવાય બેઠકમાં કેન્દ્રીય બેન્કના અન્ય નિર્દેશક પણ હાજર હતા. જેમાં એન ચંદ્રશેખરન, સતીશ કે મરાથે, એસ ગુરુમૂર્તિ, રેવતી અય્યર અને સચિન ચતુર્વેદીનો સામાવેશ થાય છે. RBIના નિર્દેશક સિવાય બેઠકમાં ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ સર્વિસિસના સેક્રેટરી દેવાશીષ પાંડા અને ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક અફેર્સના સેક્રેટરી અજય શેઠ પણ હાજર રહ્યાં.

અન્ય સમાચારો પણ છે...