અભિપ્રાય:RBI વ્યાજદર મુદ્દે ગ્રાહકો પાસેથી અભિપ્રાય માંગશે

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકોના વિશ્વાસ, વ્યક્તિગત વપરાશ, ફૂગાવાને ધ્યાનમાં રાખી

આરબીઆઇ નાણાકીય નીતિની સમીક્ષા કરતા પૂર્વે દર વર્ષે દરેક ક્વાર્ટરમાં આર્થિક સ્થિતિ, રોજગારી, મૂલ્ય સ્તર, આવક અને ખર્ચ જેવા મુદ્દાઓને આવરી લઇને એક વખત ગ્રાહક વિશ્વાસ સર્વેક્ષણ (કન્ઝ્યુમર કોન્ફિડન્સ સર્વે) કરે છે.

આ સર્વેમાં પાંચ આર્થિક મુદ્દાઓ પર ગ્રાહકોને પ્રશ્ન પૂછવામાં આવે છે. ગ્રાહક વિશ્વાસ સર્વેક્ષણમાં મુખ્યત્વે વર્તમાન સ્થિતિ અને ભવિષ્યની અપેક્ષાઓને આધારે ઇન્ડેક્સ બનાવવામાં આવે છે. આ વચ્ચે RBIએ આગામી ગ્રાહક વિશ્વાસ સર્વેક્ષની જાહેરાત કરી છે. માર્ચ 2022ના સર્વે મારફતે દેશના 18 શહેરોના ગ્રાહકોના વિશ્વાસ, કિંમતોમાં ફેરફારની થયેલી અસર, વ્યક્તિગત વપરાશ, ફુગાવો સહિતના અનેકવિધ મુદ્દાઓને આવરી લેવાશે.

સર્વેમાં અમદાવાદ, ચંદિગઢ, ચેન્નાઇ, દિલ્હી, હૈદરાબાદ, જયપુર, કોલકાતા, લખનૌ, મુંબઇ, નાગપુર, પટના છે. તે ઉપરાંત માર્ચ 2022ના કન્ઝ્યુર કોન્ફિડેન્સ સર્વેમાં ગ્રાહકોને દેશનો આર્થિક ચિતાર, રોજગારીની સ્થિતિ, કિંમતોનું સ્તર, વ્યક્તિગત આક અને ખર્ચ જેવા અનેકવિધ મુદ્દાઓ પર અભિપ્રાય લેવામાં આવશે તેવું RBIએ કહ્યું હતું.

ખાધને અંકુશમાં રાખવા દૈનિક મૂલ્યાંકન કરશે
રશિયા-યુક્રેન યુદ્વને કારણે તેની અસર ભારતીય માર્કેટમાં પણ જોવા મળી છે. રશિયા અને યુક્રેન વચ્ચે તંગદિલી સતત વધી રહી છે જેને કારણે ભારતીય માર્કેટ પર તેની ગંભીર અસરોને જોતા LICના આઇપીઓને લાવવામાં પણ વિલંબ થઇ રહ્યો છે. સરકાર એલઆઇસીના આઇપીઓથી 60,000 કરોડ એકત્ર કરવાનું લક્ષ્યાંક ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...