આરબીઆઈના સભ્ય એક સપ્તાહની શરૂઆતથી મોંઘવારીમાં ઘટાડો કરવા અનેક ઉકેલો શોધી રહ્યા છે. આજે આરબીઆઈ રેપો રેટ 0.50 ટકા વધારી 4.90 ટકા કરશે. બ્લૂમબર્ગના સર્વેમાં સામેલ 41માંથી 17 અર્થશાસ્ત્રીઓએ વ્યાજદરમાં 50 બેઝિસ પોઈન્ટનો વધારો થવાની આગાહી કરી છે. જ્યારે અન્ય અર્થશાસ્ત્રીઓએ 0.25 ટકાથી 0.75 ટકાનો વધારો થવાનો અંદાજ આપ્યો છે. આરબીઆઈએ ગત મહિને ઓચિંતા રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો હતો. જેથી સતત વધતી મોંઘવારી પર અંકુશ લાદી શકાય. રિટેલ ફુગાવો આરબીઆઈના 4 ટકા લક્ષ્યાંક કરતાં વધુ છે.
નીતિગત દરો વધારવા સમયની જરૂરિયાત: ડોયશે બેન્ક એજીના ચીફ ઈન્ડિયા ઈકોનોમિસ્ટ કૌશિક દાસે જણાવ્યુ હતુ કે, સતત વધતી મોંઘવારીના કારણે આરબીઆઈએ દરોમાં વૃદ્ધિનો સિલસિલો જારી રાખવો પડશે. આ સમયની નિર્ણાયક કાર્યવાહી મોંઘવારી પર અંકુશ લાદવાની દિશામાં લાંબી મંજિલ નક્કી કરશે.
પ્રિ-કોવિડ કરતાં રેપો રેટ વધવાની વકી
સર્વેમાં સામેલ અમુક વિશ્લેષક માને છે કે, આરબીઆઈ અંતે રેપોરેટ પ્રિ-કોવિડ સ્તર 5.15 ટકાથી વધશે. નીતિગત દરોમાં 0.75 ટકા વધારાનો અંદાજ છે. ઓબ્ઝર્વેટરી ગ્રુપના સિનિયર ઈન્ડિયા એનાલિસ્ટ અનંત નારાયણે જણાવ્યુ હતુ કે, રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ રેપોરેટ 5.15 ટકા સુધી સીમિત રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી નથી. જેનો અર્થ રેપો રેટ આ મર્યાદાથી વધી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.