તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાર્કલેજનો આશાવાદ:RBI આગામી બેઠકમાં રેપોરેટના દર યથાવત રાખશે

નવી દિલ્હી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આગામી યોજાનારી મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં વ્યાજના દર યથાવત રાખશે. ઉપરાંત ફુગાવો અને ગ્રોથના અંદાજમાં સુધારો કરશે. ઉભરતા બજારોને ધ્યાનમાં રાખી ઈન્વેસ્ટમેન્ટ બેન્કર બાર્કલેજે આ આશાવાદ વ્યક્ત કર્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ઓક્ટોબરમાં વ્યાજના દર યથાવત રાખી શ્રેષ્ઠ સેવાઓ પ્રદાન કરી છે.

જીડીપી ગ્રોથના સંકેતો અને ફુગાવા પ્રત્યે આશાવાદી વલણ રાખ્યુ છે. RBIએ ઓક્ટોબરમાં એમપીસી બેઠકમાં જાહેર અને ખાનગી સેક્ટરમાં વ્યાજના દર જાળવી રાખી અમુક સફળતા હાંસિલ કરી લીધી છે. અર્થતંત્રમાં લાંબાગાળા માટે મૂડી પ્રવાહમાં વધારો કરવાની જરૂર પડશે. જીડીપી ગ્રોથ રિકવરીના માર્ગે છે. પુરવઠા આધારિત ફુગાવો પડકારરૂપ છે. જેને ધ્યાનમાં રાખી RBI વ્યાજના દર યથાવત રાખશે.

મૂડી ખર્ચમાં ઘટાડો કરવાના પ્રયાસ
અર્થતંત્રમાં મૂડી ખર્ચમાં ઘટાડો કરવા આરબીઆઈએ અનુકૂળ નાણાકીય વલણ સાથે નિયમનકારી નિયમો હળવા કર્યા છે. છેલ્લા થોડા સપ્તાહથી સરકારી બોન્ડમાં ખરીદી વધારી છે. સરકારના ધિરાણ ખર્ચમાં ઘટાડો કરવા અને જોખમને સંકુચિત કરવા માટે અર્થતંત્રમાં એકસાથે વ્યાજદરમાં ઘટાડો લાગૂ કર્યો છે. તેમ છતાં વ્યાજદરમાં ઘટાડાનો સંપૂર્ણ લાભ રિટેલ લોનધારકો સુધી પહોંચ્યો નથી. જેમાં ક્રેડિટ ઓફ ટેક્ નબળી રહી છે.

ઓક્ટોબરમાં જારી પોલિસી અસરકારક રહી
RBIએ ઓક્ટોબરમાં જારી કરેલી પોલિસી ઘણા ફેક્ટર્સ પર બોલ્ડ અને અસરકારક રહી હતી. બેન્કોને આગામી વર્ષ સુધી અનુકૂળ વલણ જારી રાખવાનુ વચન આપતાં વધારાની લિક્વિડિટી સહાય પ્રદાન કરી છે. જેમાં બેન્કો રાજ્ય સરકારના બોન્ડ ખરીદી શકે. ઉલ્લેખનીય છે કે, બેન્કોએ નોંધ્યુ છે કે, હાલનો ફુગાવો પુરવઠા આધારિત છે. જેની અસર ક્ષણિક રહેશે. મોનેટરી રિસ્પોન્સ મળશે.

અન્ય સમાચારો પણ છે...