તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભલામણો પર ભાર:પ્રસ્તાવિત ઈ-કોમર્સ નિયમોમાં મોટાપાયે સુધારની જરૂર: સરવે

નવી દિલ્હી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરકારે ઇ-કોમર્સ નિયમો ઘડતાં પહેલાં વ્યાપકપણે ભલામણોને ધ્યાનમાં લેવાની જરૂર છે કારણ કે, હાલના ફોર્મેટમાં વિભિન્ન કાયદાકીય માળખાઓ અસ્પષ્ટ અને અસંતુષ્ટ છે. વરિષ્ઠ કાયદાકીય નિષ્ણાતે આ અંગે જણાવ્યુ હતુ કે, 21 જૂને સરકારે જારી કરેલા ઇ-કોમર્સ નિયમોના ડ્રાફ્ટમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ગુડ્સ એન્ડ સર્વિસિઝના બોગસ વેચાણો તેમજ છેતરપિંડી પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ હતો.

ગ્રાહક સુરક્ષા નિયમો, 2020માં સૂચવેલા અન્ય મુખ્ય સુધારાઓમાં ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર / ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂકનો આદેશ છે. સુપ્રિમ કોર્ટના સિનિયર એડવોકેટે જણાવ્યુ હતુ કે, “સૂચિત સુધારા ગ્રાહક સંરક્ષણ અધિનિયમની મહત્વાકાંક્ષા અને અવકાશથી આગળ વધે છે અને તે વધારાની જવાબદારીઓ લાદીને પરોક્ષ રીતે ઇ-કોમર્સ કંપનીઓનું નિયમન કરે છે.

જો તેનો અમલ કરવામાં આવે તો, રોજગારની તકો, અવકાશના સંદર્ભમાં દેશના આર્થિક વિકાસ પર અસર થઈ શકે છે. એમએસએમઇ, વૈશ્વિક રોકાણો અને કન્ઝ્યુમર એક્સપિરિયન્સ માટેની તકોમાં ઘટાડો થશે. પ્રસ્તાવિત નિયમો એ ઓનલાઈન બિઝનેસને લગતા અનેક મુદ્દાઓને નિયંત્રિત કરવાનો પરોક્ષ પ્રયાસ છે.

નિયમો સિધ્ધાંતો વિરુધ્ધ નિષ્ણાતો
ઈ-કોમર્સ કંપનીઓ અન્ય સ્થાનિક વેપારીઓના ગુડ્સ-સર્વિસિઝના વેચાણ ગ્રોથ માટે જવાબદાર છે. પ્રસ્તાવિત પ્રતિબંધો એમએસએમઈના બિઝનેસને નુકસાન કરશે. નિયમો ઈ-કોમર્સ માર્કેટ પ્લેસના મૂળને નબળા બનાવશે. જ્યારે પ્લેટફોર્મ સેલર્સ દ્વારા પૂરી પાડવામાં આવતી માહિતીને ટ્રાન્સમિટ કરવા માટે જવાબદાર હોય ત્યારે સેલર્સ દ્વારા કરવામાં આવેલા છેતરપિંડી માટે પણ તે જ જવાબદાર બને છે.

અન્ય સમાચારો પણ છે...