બિઝનેસમાં વૃદ્ધિ:ખાનગી ઈન્સ્યોરન્સ ઈન્ડસ્ટ્રીએ આઠ માસમાં 11 ટકા ગ્રોથ કર્યો

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખાનગી ક્ષેત્રની જીવન વીમા કંપનીઓએ ત્રીજા ત્રિમાસિકમાં વ્યક્તિગત વાર્ષિક પ્રીમિયમ (APE)માં 14 ટકા વૃદ્ધિ નોંધાવી છે. કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટી રિસર્ચના અહેવાલ અનુસાર, એપ્રિલ અને ડિસેમ્બર વચ્ચે ઉદ્યોગને 11 ટકા ગ્રોથ હાંસિલ કર્યો છે. Q3માં લિસ્ટેડ વીમા કંપનીઓ માટે VNB (નવા બિઝનેસ અને નવા પ્રિમિયમની વેલ્યૂ)માં 15-45 ટકા વૃદ્ધિની અપેક્ષા છે.

જ્યારે ખાનગી કંપનીઓની ઈન્ડિવિઝ્યુઅલ એપીઈ ડિસેમ્બર ત્રિમાસિકમાં 28 ટકા વધી રૂ. 15334.4 કરોડ નોંધાવા સાથે કુલ એપીએ 29 ટકા વધી 16620.6 કરોડ થઈ છે. ઈન્ડસ્ટ્રીની કુલ ઈન્ડિવિઝ્યુઅલ એપીએ ત્રીજા ત્રિમાસિકમાં 20 ટકા વધી 23340.8 કરોડ સાથે કુલ 27325.2 કરોડ (18 ટકા ગ્રોથ) થઈ છે. એપીએ એ લાઈફ ઈન્સ્યોર કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતું વેચાણનું સામાન્ય માપદંડ છે. જે રેગ્યુલર અને રિકરિંગ પ્રિમિયમની કુલ વેલ્યૂ તેમજ નવા સિંગલ પ્રિમિયમની 10 ટકા વેલ્યૂનો સરવાળો છે.

ખાનગી ઈન્સ્યોરન્સ કંપનીઓની ઈન્ડિવિઝ્યુઅલ APE નવેમ્બરમાં 9 ટકા વૃદ્ધિ બાદ ડિસેમ્બરમાં 15 ટકા ગ્રોથ સાથે રિકવર થઈ હતી. જે ત્રીજા ત્રિમાસિકના અંતે 14 ટકા અને નવ મહિનાના અંતે 11 ટકા હતી. ગ્રોથ ચાર્ટમાં મેક્સ લાઈફ અગ્રેસર હતી. જેની ઈન્ડિવિઝ્યુઅલ APE 5 ટકા વધી છે. HDFC લાઇફ 19 ટકા એપીઈ નોંધાઈ હતી. ICICI પ્રુડેન્શિયલ લાઇફમાં નબળો ગ્રોથ જોવા મળ્યો હતો. રિપોર્ટમાં નોન-પાર સેવિંગ્સમાં મોમેન્ટમ મજબૂત રહેવાનો સંકેત છે.

બચતમાં સતત વેગ, મજબૂત ULIP વેચાણ અને પ્રથમ અર્ધમાં ટેરિફમાં વધારો પહેલાં પ્રોટેક્શન પ્રોડક્ટ્સના સંભવિત દબાણને કારણે ડિસેમ્બરથી ત્રણ મહિનામાં મજબૂત વૃદ્ધિ ઈન્ડસ્ટ્રીની રિકવરીને ટેકો આપે છે.એચડીએફસી લાઈફનો બે વર્ષનો એપીઈ ગ્રોથ 17 ટકા નોંધાયો છે. જ્યારે અન્ય ખાનગી કંપનીઓ માટે 14 ટકા હતો.

અન્ય સમાચારો પણ છે...