• Gujarati News
  • Business
  • The Prime Minister Said Fugitive Economic Criminals Message Is Very Clear .... Come Back To The Country, This Is The Only Way

PM મોદીની ચેતવણી:વડાપ્રધાને કહ્યું- ભાગેડુ આર્થિક ગુનેગારો માટે સંદેશ બિલકુલ સ્પષ્ટ છે....દેશમાં પરત આવી જાઓ, આ જ એક માર્ગ છે

નવી દિલ્હી17 દિવસ પહેલા
  • PM મોદીએ કહ્યું કે સરકારે ડિફોલ્ટર્સ પાસેથી આશરે રૂપિયા 5 લાખ કરોડની રિકવરી કરી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભાગેડુ આર્થિક ગુનેગારોને ચેતવણી આપી છે. PMએ 'બિલ્ડ સિનર્જી ફોર સીમલેસ ક્રેડિટ ફ્લો એન્ડ ઈકોનોમિક ગ્રોથ' પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું હતું કે તેમની સરકાર ભાગેડુ આર્થિક ગુનેગારોને ભારત પરત લાવવા માટે રાજદ્વારી સહિત અન્ય ચેનલોનો ઉપયોગ કરી રહી છે. મેસેજ બિલકુલ સ્પષ્ટ છે, દેશમાં પરત આવી જાઓ, આ જ એક માર્ગ છે.

ડિફોલ્ટર્સ પાસેથી આશરે 5 લાખ કરોડની રિકવરી
PM મોદીએ કહ્યું હતું કે સરકારે ડિફોલ્ટર્સ પાસેથી આશરે રૂપિયા 5 લાખ કરોડની રિકવરી કરી છે, જ્યારે બેન્કો અંગે માહિતી આપતાં PM મોદીએ કહ્યું હતું કે વર્ષ 2014 અગાઉના જે પણ પડકારો હતા, મુશ્કેલીઓ હતી એને અમે એક-એક કરીને ઉકેલ માટેના માર્ગ શોધ્યા છે. અમે NPAની સમસ્યાનો ઉકેલ મેળવ્યો, બેન્કોને મૂડીભંડોળ ઉપલબ્ધ કરાવ્યું અને તેમની શક્તિમાં વધારો કર્યો.

માલ્યા-નીરવ તરફ PM મોદીનો ઈશારો
PM મોદીએ તેમના સંબોધન સમયે કોઈનું નામ લીધું નહોતું, જોકે તેમનો ઈશારો વિજય માલ્યા અને નીરવ મોદી જેવા મોટા આર્થિક ગુનેગારો તરફ હતો.

વિજય માલ્યા વર્ષ 2016થી દેશની બહાર
શરાબના કારોબારી વિજય માલ્યાને સૌથી પહેલા વર્ષ 2019માં મુંબઈમાં સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)કોર્ટે ભાગેડુ ગુનેગાર જાહેર કર્યા હતા. ભાગેડુ આર્થિક ગુનેગાર અધિનિયમ, 2018 હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. વિજય માલ્યાએ 17 બેન્ક પાસેથી આશરે 9 હજાર કરોડ રૂપિયાની લોન લીધી હતી. 2 માર્ચ 2016ના રોજ વિજય માલ્યા દેશમાંથી ભાગી ગયો હતો.

નીરવ મોદી વર્ષ 2018થી દેશમાંથી ફરાર
વર્ષ 2019ના અંતમાં ભાગેડુ હીરા વ્યાપારી નીરવ મોદીને પણ મુંબઈની એક કોર્ટે ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યો હતો. નીરવ મોદી ભાગેડુ આર્થિક અપરાધી જાહેર થનાર દેશની બીજી વ્યક્તિ હતી. નીરવ મોદી પર પંજાબ નેશનલ બેન્ક (PNB)માં 14 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. 1લી જાન્યુઆરી 2018થી તે દેશમાંથી ભાગી ગયો છે.

ભાગેડુની સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર
ભાગેડુ આર્થિક ગુનેગાર એક એવી વ્યક્તિ છે, જેની સામે ધરપકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું છે અને તેણે અપરાધિક કેસથી બચવા માટે દેશ છોડી દીધો. એક વખત વ્યક્તિને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરી લેવામાં આવે છે તો એજન્સીને તેમની સંપત્તિને જપ્ત કરવાનો અધિકાર મળી જાય છે.