રિપોર્ટ / અમેરિકા-ચીનના ટ્રેડ વોરથી આઈફોનની કિંમતમાં 3% વધારો થવાની શકયતા

The price of the iPhone is expected to increase by 3% in the US-China Trade War
X

  • અમેરિકાએ 200 અબજ ડોલરના ચાઈનીઝ ઈમ્પોર્ટ પર ચાર્જ 10 ટકાથી વધારીને 25 ટકા કર્યો છે
  • તેના બદલામાં ચીન 60 અબજ ડોલરના અમેરિકાના ઈમ્પોર્ટ પર 1 જૂનથી ટેરિફ વધારશે

Divyabhaskar.com

May 16, 2019, 04:24 PM IST

સૈન ફાન્સિસ્કોઃ અમેરિકા-ચીનની વચ્ચે ટ્રેડ વોરના કારણે આઈફોન 3 ટકા મોંઘો થઈ શકે છે. એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે આઈફોનની બેટરી અને બીજા કોમ્પોનન્ટ જે ચીનમાં બની રહ્યાં છે તેનો મેન્યુફેકચરિંગ ખર્ચ 2-3 ટકા વધી શકે છે. 

રેટ 3 ટકા વધે તો આઈફોન એક્સએસ 1029 ડોલરનો થઈ જશે

અમેરિકાએ 10 મેથી 200 અબજ ડોલરના ચાઈનીઝ ઈમ્પોર્ટ પર ચાર્જ 10 ટકાથી વધારીને 25 ટકા કરી દીધો છે. ચીને જવાબી કાર્યવાહી કરતા 60 અબજ ડોલરના અમેરિકાના ઈમ્પોર્ટ પર ચાર્જ વસુલવાની જાહેરાત કરી છે. તેમાં અમેરિકાની બેટરીઓ પણ સામેલ છે. વધેલા આયાત દરો 1 જૂનથી લાગુ થશે.

એનાલિસ્ટોનું કહેવું છે કે એપલ આઈફોનના વેચાણ પર પહેલા જેટલો જ પ્રોફિટ લેવા માંગે છે તો તેણે કિંમતો વધારવી પડશે. રેટ 3 ટકા વધ્યા તો આઈફોન એક્સએસની કિંમત 999 ડોલરથી વધીને 1,029 ડોલર થઈ જશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 325 અબજ ડોલરના વધારાના ચાઈનીઝ ઈમ્પોર્ટ પર પણ ચાર્જ વધારવાની ધમકી આપી છે. આવું બન્યું તો એક આઈફોનની મેન્યુફેકચરિંગ કોસ્ટ 120 ડોલર વધી જશે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી