ભારત સહિત વિશ્વભરના શેર બજારોમાં ઘટાડાના વલણમાંથી ઝડપી રાહત મળવાનો કોઈ અણસાર જોવા મળ્યા નથી. ઘટાડાના માહોલમાં નિફ્ટીની હાઈ વેલ્યુએશનમાં ઘટાડો આવ્યો છે. બીજી બાજુ નિફ્ટી-500ના 175 કંપનીઓના શેરની કિંમત હજી પણ માર્ચ-2020ના સ્તરથી ચાર ગણી વધુ છે. જેમાં આગામી સમયમાં ઘટાડાની દહેશત માર્કેટ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. એફડીએફસી સિક્યુરિટીઝના રિટેલ રિસર્ચ અનુસાર, નિફ્ટી-50નો પીઈ (પ્રાઈસ અર્નિંગ) રેશિયો માર્ચ, 2021માં 36.1 હતો. જે ઘટી હાલ 20.4 થયો છે. જે એક સારી વેલ્યૂએશન છે. પરંતુ માર્ચ, 2020ના ઘટાડાની તુલનાએ હજી બમણો (109.9 ટકા) છે. તેનાથી વિપરિત નિફ્ટી-500 175 સ્ટોક એવા છે કે, જેના ભાવ માર્ચ, 2020ના નીચલા સ્તરથી સરેરાશ સાડા ચાર ગણાથી વધુ (368 ટકા) છે. જેમાં ઘટાડાની શક્યતા છે.
માર્કેટમાં બીજું મોટુ જોખમ વિદેશી રોકાણકારોની વેચવાલી છે. અમેરિકામાં વધતાં વ્યાજદરો, નબળો રૂપિયો અને વૈશ્વિક મંદીના કારણે વિદેશી રોકાણકારોની સતત વેચવાલીના કારણે માર્કેટમાં મંદીનું વલણ વધ્યું છે. એફપીઆઈએ ઓક્ટોબર, 2021 બાદથી અત્યારસુધી 2.36 લાખ કરોડનુ રોકાણ પાછું ખેંચ્યુ હતું. પરંતુ તેમનું હોલ્ડિંગ માત્ર 4.55 ટકા છે. જેનાથી માર્કેટમાં ઘટાડાનું જોખમ વધ્યું છે. સાથે રોકાણકારોએ તે સ્ટોક્સ અંગે પણ સાવધાની રાખવાની જરૂરિયાત છે.
દરેક તેજી-મંદીના સમયે શું કરે છે રોકાણકાર
1.જે રોકાણ કરેલું છે
જે રોકાણકારો હજી પણ માર્કેટમાં હોલ્ડિંગ ધરાવે છે. તેઓએ પોતાના એસેટ એલોકેશન અને પોર્ટફોલિયોની સમીક્ષા કરી તેને રિબેલેન્સ કરવું જોઈએ. તેમજ વચ્ચે-વચ્ચે આવતાં ઉછાળામાં પ્રોફિટ બુક કરવો જોઈએ. જેથી થોડા મહિના બાદ માર્કેટમાં વધુ ઘટાડે ખરીદી વધારી શકાય.
2.જેઓએ પ્રોફિટ બુકિંગ કર્યું છે
તેમના માટે આ એક તક છે. તે ધીમે-ધીમે પોતાના પોર્ટફોલિયોમાં ઈક્વિટીનું પ્રમાણ વધ્યું છે. ઉંચી કિંમત ધરાવતા શેર્સથી દૂર રહેવુ જોઈએ. જેનો નાણાકીય અંદાજ અત્યંત વધુ છે. તે શેરોથી પણ અંતર જાળવવુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.