તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

API પાર્કની રચના:ફાર્મા ક્ષેત્રે પાંચ વર્ષમાં એપીઆઈમાં આત્મનિર્ભર બનીશું

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચીનની નિર્ભરતા ઘટાડવા-સરકારે સ્થાનિકમાં ઉત્પાદન વધારવા API પાર્કની રચના કરાતા
  • વિશ્વની 20 ટકા દવાઓ ભારતીય ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ પૂરી પાડે છે
  • ભારતીય ફાર્મા ઇન્ડસ્ટ્રીઝનું વાર્ષિક ટર્નઓવર 43 અબજ ડોલર
  • USમાં 1/3, યુરોપમાં¼ પુરવઠો ભારતીય કંપનીઓનો હિસ્સો

ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીને કોવિડ મહામારીમાં આગવી ઓળખ સ્થાપિત કરવાની તક મળી છે. આરએન્ડડી વધ્યું છે. સરકારે પણ તાત્કાલિક ધોરણે રેગ્યુલેટર્સ સંબંધિત મંજૂરી આપી છે. પરિણામે ભારતીય ફાર્મા ઈન્ડસ્ટ્રી વધુ તાકાત સાથે ઉભરી રહી છે. પરંતુ એપીઆઈ સેગમેન્ટમાં હજી નબળી છે. આ મુદ્દા પર દૈનિક ભાસ્કરે ઈન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સના સેક્રેટરી જનરલ સુદર્શન જૈન સાથે વાતચીત કરી છે. રજૂ છે મુખ્ય અંશ…

વૈશ્વિક સ્તરે ફાર્મા સેક્ટરમાં ગુજરાત માર્કેટ લીડર સાબિત થઇ રહ્યું છે. ગુજરાતમાં એપીઆઇ પાર્કની સ્થાપ્ના થયા બાદ આ અંગે 2500-3000 કરોડનું રોકાણ આવ્યું છે. આગામી ટુંકાગાળામાં એપીઆઇના ઉત્પાદન વૃદ્ધિથી ચીન પાસેથી આયાત નિર્ભરતા ઘટાડવામાં ભારતીય બજારને મદદ મળશે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ફાર્મા કંપનીઓનો હિસ્સો કેટલો છે?

ભારત વિશ્વની 20 ટકા દવાઓનો પુરવઠો પૂરો પાડે છે. અમેરિકામાં 1/3, અને યુરોપમાં ¼ પુરવઠો ભારતીય કંપનીઓ પૂરો પાડે છે.

એપીઆઈ મામલે આત્મનિર્ભરતા વધારવા કયાં પગલાં લેવા જોઈએ?
સરકાર એપીઆઈના મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપી રહી છે. દવા કંપનીઓ પણ પોતાની તરફથી પ્રયત્નશીલ બની છે. અમારો અંદાજ છે કે, આગામી પાંચ વર્ષમાં એપીઆઈ મામલે આત્મનિર્ભર બનીશું.

ભારતીય ફાર્મા ઈન્ડસ્ટ્રીનો આઉટલુક કેવો રહેશે?
ભારતીય ફાર્મા ઈન્ડસ્ટ્રી યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. જેનુ ટર્નઓવર હાલ 43 અબજ ડોલર આસપાસ છે. અમારો અંદાજ છે કે, આ દાયકાના અંત સુધી તે 120 અબજ ડોલર સુધી પહોંચશે. ત્યારે બિઝનેસ સાઈઝમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે આવશે. જ્યારે વેલ્યૂની દ્રષ્ટિએ ટોચના ત્રણ
દેશોમાં સામેલ થશે.

કોવિડથી ફાર્મા ઈન્ડ.માં શું પરિવર્તન આવ્યું છે?
ફાર્મા કંપનીઓ અને સરકાર વચ્ચે સહયોગ વધ્યો છે. જે સૌથી મોટુ પરિવર્તન છે. મેડિકલ પ્રોડક્ટ્સના ઈમરજન્સી યૂઝ ઓથોરાઈઝેશન અને વોલેન્ટરી લાયન્સન્સિંગ શરૂ થયા છે. જરૂરિયાત મુજબ માર્કેટમાં નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવી સરળ બની છે. કોવિડ વેક્સિન તેનું ઉદાહરણ છે. સરકાર ફાર્મા ઈન્ડસ્ટ્રી માટે પીએલઆઈ સ્કીમ લાવી છે.

સૌથી મોટા નિકાસકાર આપણે છીએ. પરંતુ આશરે 70 ટકા એપીઆઈની આયાત કરીએ છીએ આમ કેમ?
1980ના દાયકામાં ભારતમાં 70-80 ટકા એક્ટિવ ફાર્માસ્યુટીકલ ઈન્ગ્રેડિયન્ટ (એપીઆઈ)નું મેન્યુફેક્ચરિંગ થતું હતું. બાદમાં ચીને તેને પ્રોત્સાહન આપ્યો. જ્યાં 4થી5 ટકાના વ્યાજ પર લોન મળે છે. જ્યારે ભારતમાં 12-13 ટકા વ્યાજ છે. વીજ ખર્ચ પણ અડધો છે. ચીનની સરકાર મફતમાં જમીન આપે છે. જેનાથી ચીનમાં એપીઆઈનો ઉત્પાદન ખર્ચ ભારત સામે 30-35 ટકા ઓછો છે. જેથી
આયાત સસ્તી પડે.

અન્ય સમાચારો પણ છે...