તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • The Number Of Indian Investors Investing In Cryptocurrencies Has Increased Eight Times In A Year

ઇન્વેસ્ટમેન્ટ ક્રેઝ:ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરતા ભારતીય રોકાણકારોની સંખ્યા વર્ષમાં 8 ગણી વધી

નવી દિલ્હી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારની ક્રિપ્ટોને કોમોડિટી તરીકે અપનાવવાના બિલ પર કામગીરી
  • 1.5 કરોડથી વધુ ક્રિપ્ટો ઈન્વેસ્ટર્સ ભારતમાં હોવાનો નિષ્ણાતોનો અંદાજ
  • બિટકોઈન 52 હજાર ડોલર, સોલાના, લાઈટ કોઈન સહિત અન્ય અલ્ટકોઈનમાં તેજી
  • અમેરિકા સહિત અન્ય દેશોમાં પણ ક્રિપ્ટો ફ્રેમવર્ક ઘડવા પર ચર્ચા

કેન્દ્ર સરકાર ક્રિપ્ટો કરન્સીને કોમોડિટી તરીકે માન્યતા આપવાના બિલ પર કામ કરી રહી હોવાના અહેવાલો ક્રિપ્ટો રોકાણકારો માટે આશાનું કિરણ બન્યા છે. અમેરિકામાં પણ ક્રિપ્ટોના યોગ્ય સંચાલન માટે ટેક્સ રેગ્યુલેટરી, કોમોડિટી રેગ્યુલેટરી સહિતના રેગ્યુલેટર્સ ચર્ચા-વિચારણા કરી રહ્યા છે.

ઉપરાંત અન્ય દેશો વિભિન્ન ડિજિટલ કોઈનને પેમેન્ટ સ્વરૂપે સ્વીકારી રહ્યા છે. જે આગામી સમયમાં ક્રિપ્ટો કરન્સીમાં ઈન્વેસ્ટર્સનું પ્રમાણ વધારશે. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ મામલે ભારત હાલ 154 દેશોમાંથી 11માં ક્રમે છે. ભારતમાં ઉપસ્થિત વિભિન્ન ક્રિપ્ટો એક્સચેન્જ પ્લેટફોર્મમાં રજિસ્ટર્ડ ઈન્વેસ્ટર્સ અનુસાર, દેશમાં અંદાજિત 1.5 કરોડ ભારતીયો ક્રિપ્ટોમાં રોકાણ કરી રહ્યાં છે.

અન્ય રોકાણકારો વિદેશી ક્રિપ્ટો એક્સચેન્જ પર રજિસ્ટર્ડ છે. રોકાણકારોનું પ્રમાણ કોવિડ કાળમાં આઠગણું વધ્યું છે. બ્લોકચેઈન ડેટા પ્લેટફોર્મ ચેઈનએનાલિસિસ અનુસાર, મે, 2021 સુધી 6.6 અબજ ડોલરનાં ક્રિપ્ટો રોકાણ સાથે ભારત 154 દેશોમાંથી 11માં ક્રમે છે. વિશ્વમાં ટોચનું ક્રિપ્ટો એક્સચેન્જ કોઈનબેઝ પણ હૈદરાબાદમાં ઓફિસ શરૂ કરવા ચર્ચા-વિચારણા કરી રહ્યું છે.

બિટકોઈન 52 હજાર ડોલરને પાર, 50 હજારનું રેજિસ્ટન્સ
બિટકોઈન 52 હજાર ડોલરની સપાટી કુદાવી 51287 ડોલર આસપાસ ટ્રેડેડ છે. ક્રિપ્ટો નિષ્ણાતોએ 50 હજાર ડોલરનુ રેજિસ્ટન્સ લેવલ આપ્યું છે. જો તે જાળવે તો ઝડપથી 55-60 હજાર ડોલર થશે. બીજી બાજુ બિટકોઈન 45 હજાર ડોલરની સપાટી ગુમાવે તો ઈથેરિયમ, પોલ્કાડોટ, લાઈટકોઈન, સોલાના સહિતના અલ્ટકોઈન્સમાં તેજીનો જુવાળ વધશે.

ક્રિપ્ટો કરન્સીને વર્ગીકૃત કરી નિયમો ઘડવાની જરૂર
વિભિન્ન ક્રિપ્ટો કરન્સી ભિન્ન વલણ ધરાવે છે. જેથી સિક્યુરિટી તરીકે માન્યતાં આપવી મુશ્કેલ છે. હા, તેને કોમોડિટી તરીકે મંજૂરી આપી શકાય. તેમજ તમામ ક્રિપ્ટોને વર્ગીકૃત કરી પ્રત્યેક માટે અલગ ફ્રેમવર્ક ઘડવાથી સંચાલન સરળ અને પારદર્શી બનશે. > વિક્રમ સુબુરાજ, સીઈઓ-કો ફાઉન્ડર, જિયોટસ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ

અન્ય સમાચારો પણ છે...