જ્યારથી એનએસઈનો નિફ્ટી ઈન્ડેક્સ બીએસઈ સાથે સતત વધી રહ્યો છે. મોટાભાગે સેન્સેક્સ ઝડપથી વધતો હતો અને નિફ્ટીમાં વૃદ્ધિ થતાં સમય લાગતો હતો. પરંતુ આ વર્ષે આ પેટર્નમાં બદલાવ આવ્યો છે. નિફ્ટીએ ગ્રોથમાં સેન્સેક્સને પણ પાછળ પાડ્યો છે. તે અઢીગણાથી પણ વધુના તફાવતે વધ્યો છે. 31 ડિસેમ્બર,2020ના નિફ્ટી 13981.75 અને સેન્સેક્સ 47751.33ના સ્તરે પહોંચ્યો હતો. 31મેના તે 15582.80 અને સેન્સેક્સ 51,937.44 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીએ એક જાન્યુઆરીથી 31 મે દરમિયાન 11.45 ટકા રિટર્ન આપ્યુ છે. જ્યારે સેન્સેક્સનુ રિટર્ન 8.77 ટકા રહ્યુ છે. અર્થાત નિફ્ટીનો ગ્રોથ 2.68 ટકા વધુ રહ્યો છે. જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં સેન્સેક્સ 94.76% તો નિફ્ટી 90.96 ટકા વધ્યો છે. નિષ્ણાતો અનુસાર, આ વર્ષે નિફ્ટી સેન્સેક્સ કરતાં પણ આગળ નીકળી જવાનો આશાવાદ છે.
સેન્સેક્સ સામે નિફ્ટીમાં વૃદ્ધિનાં કારણો…
1. સેન્સેક્સમાં મેટલ શેર સામેલ નથી. જ્યારે નિફ્ટીમાં મેટલ સ્ટોક્સનુ વેઈટેજ 3.68 ટકા છે. છેલ્લા 4-5 માસમાં મેટલ શેર્સમાં તેજી જોવા મળી છે.
2. સિમેન્ટ શેર્સનુ પ્રદર્શન પણ છેલ્લા થોડા માસથી સુધર્યુ છે. નિફઅટીના શેર્સમાં સિમેન્ટની કંપનીઓને સેન્સેક્સ કરતાં વધુ વેઈટેજ મળ્યુ છે.
3. નિફ્ટી 50માં અદાણી પોર્ટ્સ, યુપીલ જેવા અમુક નવા શેર સામેલ છે. જેનુ પ્રદર્શન સતત સુધર્યુ છે. જેનાથી નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો છે.
4. કોરોના કાળમાં આઈટી, ફાર્મા, અને કેમિકલ સેક્ટરના શેર્સમાં મજબૂત પ્રદર્શન જોવા મળ્યુ છે.
સમયની સાથે બંને ઈન્ડેક્સનાં સ્વરૂપ બદલાયાં
એપ્રિલ, 1996માં નિફ્ટી લોન્ચ થયો ત્યારે તે 1107 હતો. અને સેન્સેક્સ 3450 આસપાસ હતો. તે સમયે સેન્સેક્સ નિફ્ટી સામે 3.33થી 3.5 ગણો વધ્યો હતો. લાંબા સમય સુધી તેમાં તેજીનુ વલણ જોવા મળ્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.