તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • The New Lockdown Will Have A Major Impact In Maharashtra, With Huge Losses To The Hotel, Trade And Transport Sectors

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉનથી 40 હજાર કરોડનું નુકસાન:મહારાષ્ટ્રમાં નવા લોકડાઉનની મોટી અસર પડશે, હોટલ, ટ્રેડ અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રોને ભારે નુકસાન થશે

11 દિવસ પહેલા
  • કોરોનાના દર્દીઓની સંખ્યામાં એકલા મહારાષ્ટ્રનું 60%થી વધુનું યોગદાન રહેલું છે
  • ઓછી પ્રવૃત્તિઓને કારણે દેશભરના વિજ-ક્ષેત્રોને પણ નુકસાન પહોંચશે

મહારાષ્ટ્રમાં લોકડાઉન થવાને કારણે દેશને 40 હજાર કરોડનું નુકસાન થઈ શકે છે. આની સૌથીવધુ અસર ટ્રેડ, હોટલ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરને થશે. આ અનુમાન કેર રેટિંગ એજન્સીના આધારે લગાવાયું છે.

આર્થિક પ્રવૃત્તિઓમાં 0.32% ઘટાડો
કેર રેટિંગ એજન્સીએ કહ્યું હતું કે આર્થિક પ્રવૃત્તિઓમાં 0.32%નો ઘટાડો આવી શકે તેમ છે. એક સપ્તાહ પહેલા આ એજન્સીએ GDP ગ્રોથનું અનુમાન પણ ઘટાડીને 10.7થી 10.9% સુધી કરી દીધું હતું. પહેલા આમાં 11થી 12% વચ્ચેની વદ્ધિનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. ભારત દેશમાં કોરોનાના વધતા જતા કેસોમાં 60% યોગદાન તો એકલા મહારાષ્ટ્રનું છે. અહીંયા સોમવારે 57 હજારથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા.

લોકડાઉનની જાહેરાત કરાઈ
રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોના પરિણામે ત્યાંની રાજ્ય સરકારે લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. આ પ્રતિબંધ મહિનાના અંત સુધી રહેશે. ચાલૂ નાણાકીય વર્ષમાં આ પ્રમાણેનું લોકડાઉન એકલા મહારાષ્ટ્રમાં નથી લાદવામાં આવ્યું, આની પહેલા પણ ઘણા રાજ્યોએ આંશિક લોકડાઉનની જાહેરાત કરી હતી. જેમાં મધ્યપ્રદેશ, ગુજરાત સહિત અન્ય ઘણાબધા રાજ્યો સામેલ છે. એજન્સીનું માનવું છે કે આનાથી ઉત્પાદન અને વપરાશ ઊપર સીધી અસર પડશે.

મહારાષ્ટ્રનું યોગદાન 20.7 લાખ કરોડ રૂપિયા
આ નાણાકીય વર્ષમાં રાષ્ટ્રીય સ્તરે ઉમેરવામાં આવેલા કુલ મૂલ્યનો અંદાજ 137.8 લાખ કરોડ રૂપિયાનો છે. જેમાં મહારાષ્ટ્રનું યોગદાન 20.7 લાખ કરોડ રૂપિયાનું છે. લોકડાઉનથી મહારાષ્ટ્રને આશરે 2%નું નુકસાન થઈ શકે છે. મહારાષ્ટ્રને વિવિધ ક્ષેત્રોમાં નુકસાન થાય તેવી સંભાવના છે. એક મહિનાના લોકડાઉનથી આના પર ઘણી મોટી અસર પહોંચી શકે છે. વિવિધ ક્ષેત્રોની વાત કરીએ તો આમાં ટ્રેડ, હોટલ અને ટ્રાન્સપોર્ટને વધુ નુકસાન પહોંચશે. આ ક્ષેત્રોને લગભગ 15,722 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચી શકે એમ છે.

નાણાકીય અને સ્થાવર મિલકત ક્ષેત્રને પણ અસર થશે
આવી જ રીતે નાણાકીય સેવાઓ, સ્થાવર મિલકત અને બીજી અન્ય વ્યાવસાયિક સેવાઓ ઊપર પણ આની અસર વર્તાશે. આ તમામ ક્ષેત્રોને 9,885 કરોડ રૂપિયાનું નુકસાન થશે. જાહેર વહીવટને 8,192 કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ લગાવાયો છે. એજન્સીએ જણાવ્યું હતું કે દેશની GDPમાં મહારાષ્ટ્ર સૌથી વધુ યોગદાન આપતું રાજ્યમાંથી એક છે. એના પછી તમિળનાડુ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને કર્નાટક આવે છે.

ગ્રાહકોની માંગમાં ઘટાડો થશે
એજન્સીના અનુસાર, આ લોકડાઉનથી ગ્રાહકોની માંગમાં ઘટાડો નોંધાઈ શકે છે. ઉત્પાદન ક્ષેત્રે પણ તેની અસર પડી શકે તેમ છે. ઓછી પ્રવૃત્તિઓને કારણે વીજ-ક્ષેત્રને પણ નુકસાન થશે અને તેનાથી એકંદરે વીજઉત્પાદન ઊપર પણ અસર પહોંચશે. બાંદકામના અને નવા પ્રોજેક્ટ્સ ઊપર પણ આની માઠી અસર જણાશે. એજન્સીએ કહ્યું હતું કે બિનજરૂરી ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો ઊપર જેવી રીતે પ્રતિબંધ લગાવાયો છે, તેનાથી રિટેઈલ સેગમેન્ટ, ઈ-કોમર્સ પ્લેટફોર્મને આંશિક થોડો ઘણો લાભ થઈ તેમ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો